શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી શક્તિ સ્પોર્ટ્સ એકેડેમી ના ખેલાડીઓએ રાજ્યકક્ષાની ઈડરીયાગઢની આરોહણ
શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી શક્તિ સ્પોર્ટ્સ એકેડેમી ના ખેલાડીઓએ રાજ્યકક્ષાની ઈડરીયાગઢની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૧૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પાંચ ખેલાડીઓ વિજેતા થયેલ છે. રાજ્યભરના ૨૭૯ ભાઈઓ અને ૧૦૮ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે ભરથરી કૌશિક કુમારે નવો રેકોર્ડ સ્થાપિત કર્યા. જે ૮:૩૧ હતો જે તોડી ને નવો રેકોર્ડ ૮:૨૪ બનાવ્યો અને ભરતરી દશરથકુમારે બીજો નંબર હાંસિલ કર્યો . છઠ્ઠા ક્રમે ભરતરી રમેશભાઈ, દસમા ક્રમે ભરથરી પ્રકાશભાઈ, અને બહેનોમાં નવમા ક્રમે ભરથરી નીલમબેન વિજેતા થયેલ. જેમને ટ્રોફી,સર્ટિફિકેટ અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા અને આ ખેલાડીઓ ત્રણ ફેબ્રુઆરીના રોજ ગિરનાર મુકામે નેશનલ કક્ષાએ રમવા જશે.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.