વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા ૪000 માળાનું વિતરણ કરાશે
૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ (વર્લ્ડ સ્પેરો ડે) તરિકે મનાવવામાં આવે છે. ઇકોસિસ્ટમમાં જૈવવિવિધતા અને વનસ્પતિ વૃદ્ધિ માટે ચકલીઓ મહત્વપૂર્ણ છે. તેઓ બીજ ખાય છે અને ઉત્સર્જન કરે છે, જે છોડના બીજ ફેલાવવામાં અને વનસ્પતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. શહેરીકરણ અને કૃષિ પદ્ધતિઓમાં ફેરફારને કારણે ચકલીઓની વસ્તી ઘટી રહી છે. માટે ચકલીઓની વસ્તીને સંતુલિત રાખવા તથા દરેક માનવને ચકલીઓનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
ઘર ચકલી ડોમેસ્ટિક કેટેગરીમાં આવતું એક પક્ષી છે ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં – માણસ ગયો ત્યાં આ પક્ષીઓ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો આફ્રિકાના કેટલાક સ્થાનો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ધર બનાવી રહેવાનું ચાલુ કર્યું શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. આમાંથી ખાવુ સ્પેરો ને ગુજરાતમાં ‘ચકલી’ અને હિન્દીમાં ‘ગોરીયા’ કહેવામાં આવે છે.
ગુજરાત રાજ્યભરમાં પક્ષીઓને બચાવવા ઘણી જહેમત ચાલે છે છેલ્લા ૧૦ વર્ષમાં લોકોમાં જાગૃતિ આવી છે પરિણામે ઘરમાં માળા-કુંડા જોવા મળે છે દરેક પક્ષીઓના બચાવવા સાધનો બનાવ્યા છે. ઘર -ઘરમાં ઇન્ટિરિયર ડેકોરેશિઓનનો પણ જમાનો છે. આ સ્થિતિ વચ્ચે“ ચકલીઓમાં માળા-કુંડામાં પણ - મોર્ડનાઈજઝેશન આવી ગયું છે.આર્ટિફિશિયલ ચકલીના માળા એટલે ચકલી ઘર દ્વારા પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથમાં લેવામાં આવ્યું છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
