કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત આજરોજ - At This Time

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત આજરોજ


કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત આજરોજ

તારીખ 26 જુન 2024 ને બુધવારે પ્રાંતિજ તાલુકાની સોનાસન પ્રાથમિક શાળામાં સોનાસણ અને સોનગઢ ગામની પ્રાથમિક શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો.

જેમાં સોનાસણ અને સોનગઢ પ્રાથમિક શાળાના આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ માં નાના ભૂલકાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત

શ્રીમતીજે.વી.દેસાઈ (ઇન્ડસ્ટ્રીયલ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર) ના હસ્તે કુમ કુમ્ તિલક કરી શૈક્ષણિક સાહિત્યની કીટ અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો.

આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યમાંથી શ્રીમતી જે.વી. દેસાઈ (ઇન્ડસ્ટ્રીયલ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર), જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી સેજલબેન પટેલ,શ્રી લલીતભાઈ પટેલ, તથા ગામના સરપંચ શ્રી અરૂણભાઇ પટેલ સાથે આઇસીડીએસ વિભાગમાંથી મેઘનાબેન, ઝોનલ ઓફિસર હેતલભાઇ શેઠીયા, સીઆરસી કોઓર્ડીનેટર ચિરાગભાઈ પટેલ તથા દાતાશ્રીઓ, ગામના વડીલ ભાઈઓ બહેનો અને બંને શાળાઓના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રીમતી જેવી દેસાઈ એ આ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક કરી નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

અને સર્વેને સારું શિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી.

સાથે શાળા વિકાસ માટે બાધક પરિસ્થિતિઓ અને આવશ્યક બાબતો પર ચર્ચા પણ કરી.

શૈક્ષણિક કાર્યોની સમીક્ષા પણ કરી.ઉપરાંત આ પ્રસંગે શાળાઓમાં ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ક્રમાંક એ આવેલ બાળકોનું પણ જગદીશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ તેમજ વસંતભાઈ પટેલ દ્વારા પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું

અને આ બંને શાળાઓમાં વિવિધ સ્વરૂપે દાન આપી શાળા વિકાસમાં સહભાગી બનનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું.

અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ ઘોષિત કરવામાં આવ્યો.

સાબરકાંઠા at this time news

રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.