બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક ઉપર બાઉન્ડ્રી ના કામમાં થયો મોટો ભ્રષ્ટાચાર
કર્મચારીઓ દ્વારા મોટી કટકી થયાની આશંકા
આ કામ માટે ટુરીઝમ દ્વારા લગભગ 8 કરોડ જેટલી મતદાર રકમ ફાળવવામાં આવી છે
જે તે કામ ગુજરાત ટુરીઝમ દ્વારા વન વિભાગ મહિસાગર ડિવિઝનને ગ્રાન્ટ આપવામાં આવે છે અને વન વિભાગ દ્વારા કામ સારી ગુણવત્તાનું કરવાની જવાબદારી હોય છે
બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક આવેલું છે અને પર્યટકો દેશ વિદેશ થી મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જ્યાં ડાયનાસોર પાર્ક કે જે જગ્યાએ અવશેષો મળ્યા હતા તે જગ્યા ઉપર બાઉન્ડ્રી બનાવવાનું કામ 2020 માં ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી ડાયનાસોર પાર્ક વિશ્વના ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે અને દેશમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે આ બાઉન્ડ્રીના કામમાં ગુણવત્તા નામની કોઈ ચીજ જ નથી અને મોટો ભ્રષ્ટાચાર થયેલો છે કોલમ ઉપર ટોપા મૂકવાના હતા પરંતુ એક પણ કોલમ ઉપર મુકેલ નથી જે બાઉન્ડ્રી બનાવી છે તેમાં અમુક અંતરે ઇસ્પેકશન જોઈન્ટ મૂકવાના હોય એક પણ મુકેલ નથી બાઉન્ડ્રી લોખંડની ગ્રીલ બેસાડેલ છે જે વજનમાં કોક ગ્રીલ 45 કિલો 60 કિલો 80 કિલો નીચે એમાં પણ ભ્રષ્ટાચાર થયેલ છે આ કામ કોન્ટ્રાક્ટર અને વન વિભાગના કર્મચારીઓ ની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કામ એસ્ટીમેન્ટ મુજબ થયેલ નથી અને મટીરીયલ પણ હલકી ગુણવત્તા નું વાપરવામાં આવેલ છે જો આ કામની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર હાથ લાગે તેમ છે તો કાંઈ તપાસ થશે કે કેમ કે પછી અન્ય કામની જેમ ભીનું સંકેલાઈ જશે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર 98250 94 4 36
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.