વાગરા: જુંજેરા વિદ્યાલય ખાતે અનોખો કાર્યક્રમ : “બ્લેક ડે” તેમજ માતૃ-પિતૃ વંદન તરીકે “વેલેન્ટાઇન ડે” ઉજવાયો, બાળકોએ કાળી પટ્ટી ધારણ કરી રેલી યોજી
એક તરફ સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીના દિવસને યંગ જનરેશન વેલેન્ટાઈન-ડે તરીકે ઉજવે છે. ત્યારે વાગરામાં અસમાં પાર્ક.3 સ્થિત જુંજેરા વિદ્યાલયમાં આજના આ દિવસને અનોખી રીતે ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત "બ્લેક ડે" તેમજ માતૃ-પિતૃ વંદન દિવસ તરીકે કરવામાં આવી હતી. તેમજ દેશ કાજે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુલવામાં હુમલા અંગે શાળાના બાળકોને માહિતી આપતા શાળાના આચાર્ય હિતેશભાઈ વાણીયાનાઓએ જણાવ્યું હતું, કે સમગ્ર દુનિયા 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમનું પર્વ, વેલેન્ટાઈન ડે ઉજવતો હોય છે. પરંતુ ભારત માટે આ કાળો દિવસ હતો. ભારતના જન્નત ગણાતા J&Kના પુલવામામાં થયેલ હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે 'બ્લેક ડે' તરીકે ઓળખાય છે. વિશ્વએ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવ્યો હોવા છતાં, પુલવામા હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે 'બ્લેક ડે' તરીકે ઓળખાય છે. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો, જે આજે આતંકવાદી હુમલાની ચોથી વરસી છે. ચાર વર્ષ પહેલા આ દિવસે, આપણા ટીવી સ્ક્રીન પર 40 CRPF અધિકારીઓની શહીદીના સમાચારે સમગ્ર દેશના હ્રદયને કંપાવી નાંખ્યુ હતુ.
વર્ષ 2019માં, આતંકવાદીઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓ પરના ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનોની બસને વિસ્ફોટક ભરેલા વાહનથી ટક્કર મારી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલો કેટલો ઘાતક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટરની ત્રિજ્યા સુધી સંભળાયો હતો. આ હુમલાના સમાચાર સામે આવતા જ દરેક ભારતીયની આંખ નમ થઇ ગઇ હતી. આ હુમલો પુલવામા જિલ્લાના અવંતીપોરા પાસેના લેથપોરા વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. પુલવામા હુમલાના 12 દિવસમાં ભારતે પણ બદલો લઈ લીધો. વાયુસેનાએ પાકિસ્તાનની અંદર બાલાકોટમાં આતંકીઓના ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં જૈશના લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
શાળાના આચાર્ય હિતેશ કુમારે વિદ્યાર્થીઓને આ દિવસ અંગે વિગતવાર માહિતી આપી શહિદ થયેલ 40 વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી બાળકોને પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી, કે આવનારા વર્ષોમાં દરેક 14 ફેબ્રુઆરી અમે BLACK DAY તથા માતૃ-પિતૃ વંદન દિવસ તરીકે યાદ રાખીશુ - આજના આ દિવસે ધો-5 થી ધો-10 સુધીના બાળકોએ પોતાના માતા-પિતા પ્રત્યેનો પ્રેમ, તેમના મનની વાત એક નિબંધ સ્પર્ધા દ્વારા દર્શાવી હતી. આજના આ દિવસને કાળો દિવસ તરીકે યાદ રાખવા માટે વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વાગરા નગરમાં રેલીનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જે રેલી જુંજેરા સ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરી ડેપો સર્કલ, મેઈન બજાર, ચીમન ચોક, થઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં પોલીસ સ્ટાફ ધ્વારા પણ 40- વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ રેલી બજાર વિસ્તારમાંથી પસાર થઈ હતી. બાળકોની કાળી પટ્ટી ધારણ કરીને નીકળેલી રેલીએ નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. આજના આ દિવસને "બ્લેડ ડે" તથા માતૃ-પિતૃ વંદન દિન તરીકે યાદ રાખવામાં આવે તે રીતે દેશ માટે એક ઉપયોગી સંદેશ પહોંચાડના આ પ્રોગ્રામની પોલીસ સ્ટાફે પ્રશંસા કરી શાળાના ટ્રસ્ટી તેમજ શાળાના આચાર્ય સહિત શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે, કે વાગરાના અસમાં પાર્ક.3 સ્થિત જુંજેરા વિદ્યાલયના ઉત્સાહી આચાર્ય હિતેશ ભાઈ વાણીયા જેઓ શિક્ષણની સાથે સાથે શાળામાં અવનવી પ્રવૃતિઓ કરાવતા હોઈ છે. તેથીજ અહીંયા વાગરા સહિત આસપાસના ગામોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસઅર્થે આવતા હોય છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
