રાજુલા શહેર માં દુલાબાપુ ભાયાબાપુ કાગ ની ૪૮ મી પુણ્યતિથિ નિમિત્તે નગર જનોએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા. - At This Time

રાજુલા શહેર માં દુલાબાપુ ભાયાબાપુ કાગ ની ૪૮ મી પુણ્યતિથિ નિમિત્તે નગર જનોએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા.


રાજુલા શહેર માં દુલાબાપુ ભાયાબાપુ કાગ ની ૪૮ મી પુણ્યતિથિ નિમિત્તે નગર જનોએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા. ---------------------------------------------કવિ 'હેમાળી' સંચાલિત સૌરભ સાહિત્ય સંસ્થાન રાજુલા નુ આયોજન. ---------------------------------------------રાજુલા શહેર ખાતે પદ્મશ્રી કવિ દુલાબાપુ ભાયાબાપુ કાગ ની ૪૮ મી પુણ્ય તિથિ નિમિત્તે તા. ૩/૩/૨૫ ને સોમવાર ના રોજ સવારે દસ કલાકે શહેર ના રાજ માર્ગ પર આવેલા ટાવર ચોક માં સ્થાપિત લોકસાહિત્યકાર શ્રી કાગ બાપુ તેમજ ગૌસેવક શ્રી પુન્જાબાપુ ધાખડાની પ્રતિમા ને રાજુલા શહેર ના વિવિધ સંસ્થાઓ સૌરભ સંસ્થાન રાજુલા,બજરંગદળ રાજુલા, વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા,વેપારી એસોસીએશન રાજુલા, બ્રમ્હ સમાજ રાજુલા, નગરપાલિકા રાજુલા ના પ્રતિનિધિઓ તેમજ નગર જનોએ પ્રતિમા ને ફુલહાર, પુષ્પગુચ્છ તેમજ શબ્દોથી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમ મા ઉપસ્થિત જાણીતા શિક્ષણવિદ અને લોકસાહિત્યકાર જે.પી. ડેર સાહેબ તેમના વક્તવ્ય માં કવિ કાગ ની સાહિત્ય સફર અને રાજુલા તાલુ કાના વતની હોવાનું અહોભાગ્ય ગણાવ્યું હતું. વેપારી મંડળ રાજુલા ના અગ્રણી બકુલભાઈ વોરા એ કાગ બાપુ એ રાજુલા ને ગૌરવ અપાવ્યાનુ જણાવ્યું હતું. લોકસાહિત્યકાર શ્રી જોરુભાઈ ધાખડા એ કાગ બાપુ ની કવિતાઓ ના સંદર્ભ ટાંકી ને કાગ બાપુ ની સાહિત્ય સફર ને રજુ કરી હતી. તેમજ સૌરભ સંસ્થાનના પ્રમુખ શશિભાઈ રાજ્યગુરુ એ કવિ કાગ ને અંજલિ આપી ને સમગ્ર સાહિત્ય જગત માં રાજુલા અને મજાદર (કાગ ધામ ) ને રાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવનાર કાગ બાપુ ની યાદગીરી માં મજાદર ખાતે મેમોરીયલ મ્યુઝીયમ બનાવી ને કાગ બાપુ ની યાદગીરી કાયમ કરવા અને તે અંગેની દરખાસ્ત ગુજરાત સરકાર માં મંજુરી અર્થે પડેલી છે તે મંજુર કરવા વિનંતી કરવા જણાવ્યું હતું. કાર્યક્રમ મા વિ.હિ.પ.ના પ્રમુખ યુવરાજ ભાઈ સાદુ , બજરંગદળ ના ગૌરાંગભાઈ મહેતા, પુજા બાપુ ધાખડા પરીવાર ના સુરેશભાઈ ધાખડા,બ્રમ્હ સમાજ અગ્રણીઓ પ્રફુલભાઈ રાજ્યગુરુ, પરાગભાઇ જોષી, ભરતભાઈ જાની,પ્રવિણભાઈ રાજ્યગુરુ, જયેશભાઈ દવે, ભાર્ગવ ભાઈ વ્યાસ, નિરવભાઈ ભટ્ટ,આહિર અગ્રણી હર્ષદભાઈ હડીયા તેમજ કનુભાઈ વરુ , યોગેશભાઈ કાનાબાર સહીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહી ને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. મહેન્દ્રભાઈ ધાખડા ,બાબાભાઈ કોટીલા, મનોજભાઈ વ્યાસ, મનોજભાઈ સંઘવી, ગોપાલભાઈ ભુવાએ ટેલીફોનીક શ્રધ્ધા સુમન અંર્પણ કર્યા હતા.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image