ધંધુકામાં એક નબીરા દ્વારા દીકરીની છેડતી કરી, બીભત્સ માગણી કરી - At This Time

ધંધુકામાં એક નબીરા દ્વારા દીકરીની છેડતી કરી, બીભત્સ માગણી કરી


ધંધુકામાં એક નબીરા દ્વારા દીકરીની છેડતી કરી, બીભત્સ માગણી કરી

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં નાબાલિગ દીકરી સાથે થયેલી ગંભીર છેડતી અને અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, તા. 11/04/2025ના રોજ રાત્રિના સમયે ઈસમ ગૌતમભાઈ ઉર્ફે ટીલો હરગોવિંદભાઈ મકવાણાએ એક દીકરીને રસ્તા રોકી "હું તને તારી મમ્મી પાસે મુકવા લઈ જઈશ" કહી મોટર સાઇકલમાં બેસવા માટે દબાણ કર્યું હતું.

દીકરીએ સ્પષ્ટ ના પાડી હોવા છતાં આરોપીએ જબરદસ્તી મોટર સાઇકલ પર બેસાડી દીધી. મોટર સાઇકલ પર જ આપત્તિજનક રીતે શરીર પર સ્પર્શ કરતા બિભત્સ મંગાણીઓ કરી. ભોગ બનનારાએ વિરોધ કર્યો હતો અને ખસતી વખતે મોટર સાઇકલ પરથી નીચે પડી જતા તેને નાક, પગ તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી સામે અપહરણ, છેડતી અને શારીરિક ઈજા પહોંચાડવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image