ગાંધી જયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની કરાશે ઉજવણી - At This Time

ગાંધી જયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની કરાશે ઉજવણી


આગામી તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર,૨૦૨૨ દરમિયાન ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના વિકાસમાં આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન અપાવવામાં ગુજરાત રાજ્ય મોખરાના સ્થાને રહ્યું છે. દારૂનું સેવન તથા બીડી, સિગારેટ સહિત અન્ય કોઇપણ કુટેવોને કારણે થતાં નુકશાન સામે લોકોને જાગૃત્ત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃત્તિ લાવવાની ઘનિષ્ટ કામગીરી આ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે. પ્રતિ વર્ષ આ સપ્તાહ દરમિયાન  જિલ્લાના નશાબંધી અધિક્ષકશ્રી તેમજ સહયોગી સંસ્થાઓ દ્રારા ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.    

                “આઝાદી કા અમૃત" મહોત્સવ અંતર્ગત આઝાદીમાં નશાબંધી ક્ષેત્રે ગુજરાતે પથદર્શક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ બન્નેને સાંકળીને પણ જિલ્લા વહિવટીતંત્રની સમગ્ર ટીમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી રાષ્ટ્રીય કક્ષાએ યશભાગી થવાનો આ અવસર છે. સાબરકાંઠા જિલ્લામાં તા.૨ જી ઓકટોબર,૨૦૨૨ ના રોજ સા.કાં જિ કો- ઓપરેટીવ દૂધ ઉત્પાદન સંઘ લી.બોરીયા (હાજીપુર) હિંમતનગર ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવશે. નશાબંધી સપ્તાહ નિમિત્તે યોજવામાં આવનાર સમારંભમાં જિલ્લાના તમામ તાલુકા મથકો, શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોની ટેબ્લો સાથે રેલી, સાહિત્ય વિતરણ, વિવિધ સંસ્થાઓ-જાહેર સ્થળો પર લોકોને વ્યશનમુક્તિનો સંકલ્પ લેવડાવવો, સાહિત્ય વિતરણ અને રાત્રિના સામયે શહેર-ગામડાઓમાં વ્યશનમુક્તિ લોકડાયરા યોજવામાં આવશે. માદક પદાર્થો, સિગારેટ વગેરેના સેવન ન કરવા અને સેવનથી થતાં નુકસાન અંગે પ્રચારાત્મક સૂત્રો સાથે જાહેર માર્ગો પર પ્રચાર કરવામાં આવશે. તાલુકા પંચાયતોમાં વિવિધ સ્તરોએ મહિલા પ્રતિનિધિઓના સંમેલનો પણ યોજવામાં આવશે. તેમ નશાબંધી અને આબકારી કચેરીના અધિક્ષકશ્રી હિંમતનગર સાબરકાંઠા જિલ્લા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.