વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી બોટાદના વિદ્યાર્થિનીઓને જવાહર નવોદય વિદ્યાલયના નવીન ભવનની આપી ભેટ
બોટાદના અળવ રોડ ખાતે 26 કરોડના ખર્ચે જવાહર નવોદય વિદ્યાલયના ભવ્ય અને અત્યાધુનિક ભવનનું સાંસદ ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં લોકાર્પણ
બોટાદ જિલ્લા માટે સૌભાગ્યની વાત, બોટાદના આંગણે તમામ સુવિધાઓથી સંપન્ન નવોદય વિદ્યાલયના વિશાળ ભવનનું લોકાર્પણ થયું છે સાંસદ ડો. ભારતીબેન શિયાળ 30 એકર જમીનમાં પથરાયેલું વિશાળ કેમ્પસ સ્માર્ટ ક્લાસ, કેમેસ્ટ્રી લેબ, ફિઝીક્સ લેબ, આધુનિક કોમ્પ્યૂટર લેબ, બાસ્કેટ બોલ- વોલીબોલ ગ્રાઉન્ડ, છાત્રવાસ, ભોજનાલય સહિતની સુવિધાઓથી સંપન્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મૂ કશ્મીરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને દેશભરમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું જે પૈકી બોટાદ જિલ્લાને પણ નવીન ભેટ પ્રાપ્ત થઈ છે બોટાદના અળવ રોડ ખાતે જવાહર નવોદય વિદ્યાલયના ભવ્ય અને અત્યાધુનિક ભવનનું સાંસદશ્રી ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર તેમજ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની પ્રેરક ઉપસ્થિતિએ બાળકોને પ્રેરકબળ પૂરૂં પાડ્યું હતું આ અવસરે સાંસદ ડો. ભારતીબેન શિયાળે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ લોકઉપયોગી અને નાગરિકોને સુવિધામાં વધારો કરતા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. બોટાદ જિલ્લા માટે સૌભાગ્યની વાત છે કે બોટાદના આંગણે તમામ સુવિધાઓથી સંપન્ન નવોદય વિદ્યાલયના વિશાળ ભવનનું લોકાર્પણ થયું છે બોટાદ જિલ્લામાં 2017માં નવોદય જવાહર વિદ્યાલયની શરૂઆત થઈ હતી. અત્યાર સુધી અસ્થાયી ઈમારતમાં બાળકોનું શિક્ષણ કાર્ય થઈ રહ્યું હતું આ ભવ્ય પરિસરનું વર્ષ 2022માં ભૂમિપૂજન થયું હતું, અને આજે બોટાદના બાળકોને શિક્ષણ ક્ષેત્રે આ અમૂલ્ય ભેટરૂપે અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ભવન પ્રાપ્ત થયું છે. 26 કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ થયું છે આ માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.” આ અવસરે તમામ મહાનુભાવોએ નવીન કેમ્પસની મુલાકાત લીધી હતા તથા વિદ્યાર્થીઓના ઉપયોગ માટે લાયબ્રેરી ખુલ્લી મુકી હતી અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મૂ કશ્મીર ખાતેથી દેશભરમાં 13 હજાર કરોડથી વધુની રકમના 83 પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યુ હતું. જે અંતર્ગત સમગ્ર દેશમાં કુલ 13 જવાહર નવોદય વિદ્યાલયોના ભવનનું લોકાર્પણ કરાયું હતું. જે પૈકી બોટાદ ખાતે અળવ રોડ પર ભવ્ય કેમ્પસનું લોકાર્પણ કરાયું હતું. 30 એકર જમીનમાં પથરાયેલા વિશાળ કેમ્પસમાં હાલમાં 225 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ ભવન સ્માર્ટ ક્લાસ, કેમેસ્ટ્રી લેબ, ફિઝીક્સ લેબ, આધુનિક કોમ્પ્યૂટર લેબ સહિતની સુવિધાઓથી સુસજ્જ છે ઉપરાંત બાસ્કેટ બોલ- વોલીબોલ ગ્રાઉન્ડ, છાત્રવાસ, ભોજનાલય સહિતની સુવિધાઓથી સંપન્ન છે કાર્યક્રમમાં સ્વાગત વિધિ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્યશ્રી ઉષા ધારગવે દ્વારા કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત તેમજ સુંદર ગરબા રજૂ કરવામાં આવ્યા હતા આ અવસરે બોટાદ ભાજપ મહામંત્રી રસિકભાઈ ભુંગાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું આ તકે એપીએમસી પ્રમુખ મનહરભાઈ માતરિયા, અગ્રણી ધીરૂભાઈ શિયાળ, પાલજીભાઈ પરમાર, ભૂપતભાઈ મેર, શ્રી ચંદુભાઈ મેર, જિજ્ઞેશભાઈ મેર, સહિતના આગેવાનો તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ અવસરે જવાહર નવોદય વિદ્યાલયના પરિસરને સુંદર રંગોળીઓ તેમજ રંગબેરંગી ધજા-પતાકાથી સજાવવામાં આવ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.