મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ગામે "વિશ્વ ચકલી દિવસ" નિમિત્તે ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું. - At This Time

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ગામે “વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું.


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ગામે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન મહીસાગર વન વિભાગ દ્વારા "વિશ્વ ચકલી દિવસ" ના ભાગ રૂપે મનાવવામાં આવ્યો. શ્રી આઈ. એન . સિંધી, શ્રી પી. કે. વાગડિયા તેમજ શ્રી ભરતભાઈ એ. પંડ્યા દ્વારા અંદાજે ૫૦૦ જેટલા ચકલી ઘર (માળાઓ) નું વિતરણ કરવામાં આવ્યું.

ઇકો સિસ્ટમમાં જૈવ વિવિધતા અને વનસ્પતિ વૃદ્ધિ માટે ચકલીઓ મહત્વપૂર્ણ છે. અને તેઓ બીજ ખાય છે તે ઉત્સર્જન કરે છે જે છોડના બીજ ફેલાવવામાં અને વનસ્પતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. હાલમાં ચકલીઓની વસ્તી ઘટી રહી છે માટે ચકલીઓની વસ્તીને સંતુલિત રાખવા તથા માનવને ચકલીઓનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

ઘર ચકલી ડોમેસ્ટિક કેટેગરીમાં આવતું એક પક્ષી છે શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે આમાંથી ખાવું સ્પેરોને ગુજરાતમાં "ચકલી" અને હિન્દીમાં "ગોરીયા" કહેવાય છે.

અરવિંદભાઈ ખાંટ
એટ ધીસ ટાઈમ ન્યુઝ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image