હળવદ નાં વેગડવાવ નજીક ભવાની પેટ્રોલપંપમાં રોકડ રૂપિયા-સ્માર્ટ વોચની ચોરી કરનાર બે ઝડપાયા - At This Time

હળવદ નાં વેગડવાવ નજીક ભવાની પેટ્રોલપંપમાં રોકડ રૂપિયા-સ્માર્ટ વોચની ચોરી કરનાર બે ઝડપાયા


૧.૬૨ લાખનો મુદામાલ કબજે લીધો, એક આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક આવેલ જય ભવાની પેટ્રોલપંપમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે ઇસમોને રૂપિયા ૧.૬૨ લાખના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ગત તા. ૩૦-૧૧ ના રોજ વેગડવાવ ગામે નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ પેટ્રોલ પંપની ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડ રૂપિયા ૩૩ હજાર અને ટેબલ પર રાખેલ સ્માર્ટ વોચ કીમત રૂ ૧ હજાર સહીત કુલ રૂ ૩૪,૦૦૦ ની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને આધારે મોરબી એલસીબી ટીમે તપાસ ચલાવી હતી જેમાં હુમન સોર્સ અને ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા ગુનાને અંજામ આપનાર ગ્રે કલરની સ્વીફ્ટ કારનો ઉપયોગ થયો હતો

જે કાર હાલ હળવદની મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલ પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી સુલેમાન ઉર્ફે લક્કી અલ્લાહબક્ષ સાલેભાઈ સમા અને મુસ્તાક પચાણભાઈ સમાં રહે બંને માધાપર ભુજ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૩૧,૦૦૦ સ્માર્ટ વોચ કીમત રૂ ૧૦૦૦, ૩ મોબાઈલ ફોન કીમત રૂ ૩૦,૫૦૦ અને સ્વીફ્ટ કાર કીમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ ૧,૬૨,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે જયારે અન્ય એક આરોપી ઇશા રાયબ સમાં રહે જુના દેઢીયા અ. ભુજ વાળાની શોધખોળ હાથ ધરી છે

ઝડપાયેલ આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડેથી લઇ આવી મોરબી અને આસપાસના જીલ્લામાં મોડી રાત્રીના હાઈવે પર પેટ્રોલપંપમાં રેકી કરી કર્મચારી સુતા હોય ત્યારે ઓફિસમાં હથિયારો સાથે ઘુસી રોકડ અને ચીજવસ્તુની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હોવાનું ખુલ્યું છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.