રાજકોટમા ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અવિરત ચાલુ.
રાજકોટમા ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અવિરત ચાલુ.
રાજકોટ તા.૨/૯/૨૦૨૪ ના રોજ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ તુરંત રીપેર કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ શરૂ કરાયુ હતુ. જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ પંચાયત, જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા મહાનગરપાલિકા દ્રારા રસ્તાઓનુ સમારકામ કરવામા આવી રહ્યુ છે. ત્યારે તા.૨ સપ્ટેમ્બરના રોજ આજીડેમ ચોકડી, ઢેબર રોડ, વોર્ડનં૫, સોરઠીયાવાડી સર્કલ, જુના મોરબી રોડ સહિત વિસ્તારોના રસ્તાઓનુ સમારકામ કરાતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા જોવા મળી રહી હતી. દૂરદરાજના ગ્રામિણ વિસ્તારો હોય કે શહેરી માર્ગો હોય, ભારે વરસાદ બાદ રસ્તાઓના ધોવાણથી કે ક્ષતિ થવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નાગરિકો માટે મહત્વનો નિર્ણય કરી વરસાદ રોકાયા બાદ તૂટેલા રસ્તાઓનુ સમારકામ ઝડપથી કરવા અધિકારીઓને સુચના અપાઇ હતી. રાજકોટ જિલ્લામા પણ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમા તૂટેલા રસ્તાઓનુ સમારકામ કરવામા આવી રહ્યુ છે.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.