જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સીંધી સમાજના રૂપારેલ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
👁 ચક્ષુદાન-મહાદાન👁
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં છાપરા સોસાઈટી વિસ્તારમાં રહેતા સ્વ.ધર્મા બેન વિશનદાસ રૂપારેલ (ઉ.વર્ષ.૮૨),કે જેઓ ચંદુભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈ ના માતૃ શ્રી થાય છે. જેમનું તા.૧૫-૦૭-૨૦૨૨ ને શુક્રવાર,અષાઢ વદ બીજ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા શ્રી હરદિપ સિંહ જેઠવા અને ભરતભાઈ ભાદરકા એ (અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ)
દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર ઠાકરભાઈ તન્ના અને પ્રકાશભાઇ લાલવાણી કરેલ છે. અને કરશનભાઈ વાજા તેમજ રાહુલભાઇ ચાવડા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક,C/O ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
આજના ચક્ષુદાનથી શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા કુલ ૧૨૪ ચક્ષુદાન થયેલ છે.
આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.
રૂપારેલ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને ધર્માબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
સિંધી સમાજના રૂપારેલ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ ધર્માબેન ના આત્માને ઈશ્વરના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....
સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.