ક્લસ્ટર લેવલ ફેડરેશન અંતર્ગત બોટાદનાં સરવા અને રાજપરા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા - At This Time

ક્લસ્ટર લેવલ ફેડરેશન અંતર્ગત બોટાદનાં સરવા અને રાજપરા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા


ક્લસ્ટર લેવલ ફેડરેશન અંતર્ગત બોટાદનાં સરવા અને રાજપરા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

લોકસભા ચૂંટણી 2024માં દરેક મતદાર પોતાનાં મતદાન કરવાનાં હકથી વંચિત ન રહી જાય તે માટે અવનવા જાગૃતિલક્ષી કાર્યક્રમ થકી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર તેમજ ટીઆઈપી નોડલ વ જિલ્લા વિકાસ અધિકારી સતત પ્રયત્નશીલ છે.જેમાં ફેમિલી વોટિંગ અને તેમાં પણ ખાસ કરીને મેઈલ-ફિમેઈલ ટર્ન આઉટને સમાંતર કરવા પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. જેમકે દરેક મતદાર પોતે તો અચુક મતદાન કરે જ પરંતુ તેનાં પરિવાર અને આજુબાજુનાં દરેક મહિલા મતદારોને પણ મતદાન કરવા પ્રેરિત કરે તેવા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.જે અન્વયે બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીનાં નેતૃત્વમાં એન.આર.એલ.એમ.નાં ક્લસ્ટર લેવલ ફેડરેશન(સી. એલ. એફ)અંતર્ગત બોટાદ તાલુકાનાં સરવા અને રાજપરા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. જેમાં પાળિયાદ, કુંભારા,સરવા,નાના પાળિયાદ,બોડી,ગઢડીયા,ભાડલા સહિતનાં ગામોની મહિલાઓએ સરવામાં અને ભદ્રાવડી,ભાંભણ,રાજપરા,નાગલપર,ખાખોઈ,હડદડ અને તરઘડા સહિતની મહિલાઓએ રાજપરામાં હાજર રહી મતદાન કરવા શપથ લીધા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.