જમીનમાં પગ મુકીશ તો જાનથી મારી નાંખીશ’ કહીં વેપારીને ધમકી
જમીનમાં પગ મુકીશ તો જાનથી મારી નાંખીશ’ કહીં ભાયસરના વેપારીને ધમકી આપતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપી ઘનશ્યામ જળુની શોધખોળ આદરી હતી. બનાવ અંગે રાજકોટના ભાયસર ગામે રહેતાં નાગદાનભાઈ નારણભાઈ હુંબલ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઘનશ્યામ પ્રભાત જળું (રહે. સ્વાતિના પાણીના ટાંકા પાસે, કોઠારીયા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ભાયાસર ગામ ખાતે કમીશનથી રેતી-કપચીનો વ્યવસાય કરે છે.
મહીના પહેલા ભરતભાઈ વાઘજીભાઈ ફુગશીયાની ખેતીની જમીન જે રાજકોટના રામપરા (ચિત્રા) ગામના રેવન્યુ સર્વે નં.36 પૈકી 2 ની કારવા નામથી ઓળખાતી જુની શરતની એકર 3 ખેતીની જમીનનો સોદો નક્કી કરેલ હતો.
જેમાં ખરીદનાર તરીકે તેમના પિતા નારણભાઈ હુંબલ તથા વેંચનાર તરીકે ભરતભાઈ ફુગશીયા છે. આ જમીન અમોએ રૂ.1.83 કરોડમાં ખરીદ કરેલ હોય જે પૈકી રૂ.20 લાખનું ટોકન આપેલ હતું.
બાકીના રૂપીયા સાત મહીનામાં ચુકવી જમીનનો દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયેલ હતું. જમીન ખરીદ કર્યા બાદ તેમના સંબંધી ધનશ્યામ જળુએ ફોન કરી જણાવેલ કે, મારે ભરતભાઈ ફુગશીયા પાસેથી રૂપીયા લેવાના છે, તમે આ જમીન ખરીદ કરતા નહી અને જમીનમાં પગ પણ મુકતા નહી જેથી ઘનશ્યામને જણાવેલ કે, અમે આ જમીન ખરીદ કરેલ છે, તમારે ભરતભાઈ સાથે જે કાંઈ વાંધો હોય તો તેની સાથે વાત કરો તેમ કહેલ હતું.
ત્યારબાદ ઘનશ્યામ અવાર-નવાર ફોન કરી જમીનનો સોદો કેન્સલ કરવાની વાત કરતો હતો. ગઈ તા.26/03/2025 ના રાત્રીના સમયે ધનશ્યામ જળુએ ફોન કરી જમીનનો સોદો કેન્સલ કરવાની વાત કરી ગાળો આપી જમીનમાં પગ મુકીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
