મોરારીબાપૂ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ, શોકસંતપ્ત પરિવારોને ૫ લાખની સહાયની જાહેરાત
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગયા દિવસે થયેલા આતંકી હુમલામાં ૨૭ પ્રવાસીઓના નિધન પર દુઃખ વ્યક્ત કરતા પરમ પૂજ્ય મોરારીબાપૂએ શ્રીનગર ખાતે ચાલી રહેલી રામકથામાં ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાપૂએ કહ્યું કે, "મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને ઘાયલ થયેલા ભાઈઓ-બહેનો માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના છે કે તેઓ વહેલા સ્વસ્થ થાય તેમણે કહ્યું કે કથાસ્થળ પહેલાંગામથી આશરે ૧૦૦ કિમી દૂર છે અને ત્યાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા છે. તેમ છતાં, આ ઘટનાએ બધાના મનને પીડિત કર્યું છે આ સાથે બાપૂએ જાહેરાત કરી કે તેઓ પોતાના પરમ સ્નેહી અરૂણભાઇને કહેશે કે શહીદ થયેલા લોકોના પરિવારજનોને રૂ. ૫ લાખની તુલસીપત્રરૂપે આર્થિક સહાય આપવામાં આવે "રામકથા સાથે જોડાયેલા હોય કે ન હોય, દરેક માનવી મારા માટે મહત્વનો છે," તેમ બાપૂએ અંતે ઉમેર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
