નવલા નોરતા આસો ની રઢિયાળી રાત એટલે માં નવ દુર્ગા ની પૂજા આરાધના ને ગરબા રમવાની રાત આ નવ દિવસ લોકો માતાજી પૂજા અર્ચના સાથે સાથે નવ દિવસ મન મૂકી ગરબા રમે છે - At This Time

નવલા નોરતા આસો ની રઢિયાળી રાત એટલે માં નવ દુર્ગા ની પૂજા આરાધના ને ગરબા રમવાની રાત આ નવ દિવસ લોકો માતાજી પૂજા અર્ચના સાથે સાથે નવ દિવસ મન મૂકી ગરબા રમે છે


સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ની મોજ માણતા ખેલૈયાઓ એ અમદાવાદ માં અનેક વિસ્તારોમાં અવનવા ડ્રેસ પહેરીને ડાંડીયા રાસ રમ્યા

નવરાત્રી ના દિવસોમાં વિવિધ પરિધાન માં સજજ મહિલાઓ ગરબાની મજા માણી રહી છે. નવરાત્રી દરમિયાન, વિવિધ ચણિયાચોળી માં સજજ અને મનગમતી સ્ટાઈલ માં મન મૂકીને મહિલાઓ ઝૂમી રહી છે. અમદાવાદમાં આવેલા વેજલપુર વિસ્તારની બકેરીસીટીના શિવાંતા એપાર્ટમેન્ટ ની મહિલા ઓ નવલી નવરાત્રીના દિવસોમાં વિવિધ ર઼ંગી પરિધાન ધારણ કરી ગરબે ઘૂમે છે. નવ દિવસના નોરતાની તૈયારીમાં વિવિધ થીમ જેવીકે કચ્છી, ડાકલા, ગરબી, હલ્દી-કંકુ, બેંગોલી થીમ પર પહેરવેશ ધારણ કરી માતાજી ના ગરબે ઘૂમે છે. અલગ અલગ ગરબાના સ્ટેપ્સ દ્રારા તેઓ ગરબાની મજા માણતા અને ગરબે ઘૂમતા જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.