કોણ છે ખનીજ માફિયાઓનો બેતાજ બાદશાહ ?ઊંઝાના કરણપૂર નજીક પુષ્પાવતી નદીમાં ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા કેમ અધિકારીઓની નજરથી દૂર છે સ્થાનિક લોકોને જાણ થતા માટી ચોરી અટકાવી કાર્યવાહી કરવા અંગે જાણ કરાઈ ?
ઉંઝા તાલુકામાં માટી ચોરી અટકવાનું નામ લેતી નથી.તાજેતરમાં વણાગલા પુષ્પાવતી નદીમાં માટી ખનનની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ઉંઝા તાલુકાના કરણપુર ગામની સીમમાં માટી ખનનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.માટી ચોરી કરતા ભુમાફિયા ઓને ગામલોકોએ રંગે હાથે ઝડપી પાડયા હતા.આ બાબતે ગામના તલાટીને પુછતા માટી ખનનની કોઈ પરવાનગી આપવામાં આવી નથી તેવું જણાવ્યું હતું.આ બાબતે ગામલોકોએ ઉંઝા મામલતદાર કચેરી ખાતે જાણ કરવામાં આવી હતી.
જયાં કચેરીના સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરવાને બદલે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પરત ફર્યા હોવાનો ગ્રામજનોએ કહ્યું હતું.ઉંઝા તાલુકામાં ભૂમાફિયાઓએ માટી ચોરીનો આતંક મચાવ્યો છે.અને રાત્રી દરમ્યાન માટી ખનન કરવામાં આવી રહી છે.ગામલોકોના અને તંત્રના ડર કે ભય વગર કામને અંજામ આપી રહ્યા છે.
આ બાબતે કરણપુર ગામના વતની અશ્વિનકુમાર બાબુલાલે પટેલે જણાવ્યું હતું કે,બે ત્રણ મહિનાથી આ માટી ચોરાય છે.અવારનવાર જે માટી ચોરી કરવામાં આવી રહી છે એ ઊંઝાના રોહિત રબારીને પૂછતાં કહ્યું હતું કે તમારાથી જે થાય એ કરી લો અમે બિન પરવાનગી માટી ચોરી કરીયે છીએ અમારી પાસે કોઈ મંજૂરી નથી.
કરણપૂર ગામના વતની અરવિંદભાઈ પટેલ અને રાજપૂત કીર્તિસિંહે જણાવ્યું હતું કે છેલ્લા ગણા દિવસોથી રાત્રી દરમ્યાન પુસ્પાવતી નદીમાંથી ઘેરકાયદેસર રીતે માટી ચોરી કરી રહ્યા હતા.ત્યારે સવારે નદીમાંથી નીકળતા આઇવા ઉભા કરાવી દીધા હતા અને ડ્રાઈવરોએ તેમના માલિક રોહિત રબારીને ફોન કર્યો હતો.અને જગ્યાએ આવીને રોહિત રબારીએ કહ્યું હતું કે અમે બિન પરવાનગી માટી લીધી છે તમારે જે કરવું હોય એ કરી શકો છે.
વધુમાં કરણપૂર ગામના જાગૃત નાગરિકોએ વિડિઓ ઉતાર્યા હતા.અને ખનીજ માફિયાઓને પૂછ્યું કે જેસીબી નંબર વગરનું કેમ છે તો કહ્યું કટિંગ માંથી લાવેલા છીએ અને જે માટી ભરેલા આઇવા હતા.એ ગ્રામજનોએ વિડિઓ ઉતાર્યા હતા.જેમાં વિડિઓમાં જોતા માટી ભરેલા આઇવાના નંબર પણ જોવા મળ્યા હતા.
જેમાં GJ-21-V-7890,GJ-12-AW-0063, GJ-18-AU-8653 આ ત્રણ આઇવાના નંબર વિડિઓમાં જોવા મળ્યા હતા.અને જેસીબી નંબર પ્લેટ વગર જાણવા મળ્યું હતું.
ઉલ્લખનીય છે કે ઊંઝાના સ્થાનિક અધિકારીઓને જાણ કરી હોવા છતાં પણ હજુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી જે સાબિત થાય છે કે ખનીજ માફિયાઓ અને અધિકારીઓ વચ્ચે ક્યાંક સાઠગાંઠ ચાલતી હોય એવુ લાગી રહ્યું છે.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.