મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ખાતે સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને ગુરુવંદના મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો
મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ખાતે સર્વે પિતૃઓના મોક્ષાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ અને ગુરુ વંદના મહોત્સવ નો આજથી શુભ પ્રારંભ
ખાખી મઢી રામજી મંદિરના બ્રહ્મલીન પ.પૂ. રામ કિશોરદાસજી બાપુ નો ભવ્ય ભંડારો અને ગુરુ વંદના મહોત્સવ અંતર્ગત સર્વે પિતૃઓના મોક્ષાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન ખાખી મઢી રામજી મંદિરના મહંત શ્રી સુખરામદાસ બાપુ અને સમગ્ર દાતાશ્રીઓ ગ્રામજનો સેવાકીય સંસ્થાઓ સહિતનાઓ દ્વારા આયોજન કરવામાં આવેલ
જેમાં આજે પ્રણામી મંદિર ખાતેથી પોથીયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર નીકળેલ હતી જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો સહીત ભક્તજનો જોડાયા હતા અને કથા મંડપમાં પોથીયાત્રા પૂર્ણ કરવામાં આવેલ હતી
પોથીયાત્રા બાદ રામજી મંદિર ના ગર્ભગૃહમાં સંતો મહંતો સહિતનાઓ દ્વારા પોથીનું વિવિધ રીતે પૂજન કરી કથા મંડપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદ દાસ બાપુ, મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી કનકેશ્વરી માતાજી ખોખરા હનુમાન મોરબી, આઈ શ્રી રુપલ આઈ માતાજી રામપરા, મહંત શ્રી રાઘવેન્દ્ર આશ્રમ સાસણગીર સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સંતોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ દીપ પ્રગટાવી મંચસ્થ સંતોએ લોકોને પ્રવચન આપ્યું હતું
સર્વે પિતૃના મોક્ષાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાના વક્તા આજના સાંપ્રત સમયમાં શાસ્ત્ર જ્ઞાન વિજ્ઞાન સાથે સંયુક્ત કથાના વક્તા ડો.શ્રી. મહાદેવ પ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી કથાનો રસ પાન કરવામાં આવશે તેમજ દરરોજ રાત્રે સાડા નવ વાગ્યે વિવિધ કાર્યક્રમો યોજાશે
આ ધાર્મિક કાર્યમાં સમગ્ર ગ્રામ જનો સહીત આજુબાજુના વિસ્તારો માંથી બહોળી સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા આવે તેવી મહંત સુખમદાસ બાપુ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.