પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 1,51,000 (એક લાખ એકાવન હજાર) નું દાન - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 1,51,000 (એક લાખ એકાવન હજાર) નું દાન


(કનુભાઈ ખાચર દ્વારા )
આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ₹ 1,51,000 નુ દાન પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓ પ્રત્યે અવાર નવાર કરુણા દર્શાવતા ભાવનગર નિવાસી ડૉ.શૈલાબેન શાહ ફરી એક વખત પશુઓ પ્રત્યે કરુણા દર્શાવી આજ રોજ ₹ 1,51,000/ (એક લાખ એકાવન હજાર) ગઈ કાલે મહાવીર જયંતિ નિમિતે અબોલ પશુઓના ઘાસચારા માટે અર્પણ કરેલ છે. શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમ જીવદયા પ્રેમી ડૉ.શૈલાબેન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી જીવદયા નાં સુકૃત કાર્યની ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરે છે.
એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image