ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે આપણો સંકલ્પ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે આપણો સંકલ્પ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ


તા:22 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે સરકારી કુમાર શાળામાં આપણો સંકલ્પ વિકસીત ભારત યાત્રા થકી ઘર ઘર સુધી લોકોને સરકારશ્રીની અનેક યોજનાઓની ઘરે બેઠા સેવા મળી રહે એ હેતુ માટે આ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં ગીર ગઢડા તાલુકા પંચાયતમાંથી તાલુકા પંચાયત પ્રમુખ અને અનેક અધિકારીઓ આરોગ્ય કર્મચારીઓ તેમજ કુમાર કન્યાનાં પ્રાથમિક શાળાનાં શિક્ષક સ્ટાફ અને આંગણવાડીનાં વર્કર તેમજ આરોગ્ય વિભાગનાં આશા વર્કર બહેનો તમામ આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં કન્યાશાળાની નાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરીને તમામ મહેમાનોનાં દિલ જીતી લીધાં હતાં અને તમામ અધિકારીઓ આગેવાનો અને ગ્રામજનોનું સ્વાગત કર્યું હતું

ત્યારબાદ આ કાર્યક્રમમાં મોટી સફળતાં મોટી ભૂમિકા આરોગ્યનાં કર્મચારીએ યોગ્ય સેવાઓ આપી હતી અને આંગણવાડી વર્કરોએ બાળકોનાં નાસ્તા પેટે સુખડી બનાવી અલગ પ્રદર્શન બતાવ્યું હતું અને ઇન્ડિયન ગેસ એજન્સીનાં સ્ટાફ દ્વારા પ્રધાનમંત્રી પી.એમ ઉજવાલા યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ બેંક ઓફ બરોડા ગીર ગઢડા બ્રાન્ચનાં કર્મચારીએ વીમા સુરક્ષા વિશેની માહિતી આપી હતી અને બેન્ક એકાઉન્ટની માહિતી આપી હતી જેમાં આ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી વિકસતી ભારત સંકલ્પ યાત્રાનાં રથ દ્વારા વિડીયો ફંકશનથી માહિતી આપવામાં આવી હતી તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રીએ સરકારી અનેક યોજનાઓનાં લાભ આમ જનતા સુધી પહોંચી રહે એ વિશે વક્તવ્ય આપીને જાહેર સભા સંબોધી હતી અને આ વિશેની અનેક સરકારી યોજનાઓ વિશે તમામ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનેક મહેમાનોનું તેમજ આગેવાનોનું તથા વિદ્યાર્થીઓનું ગ્રામજનોનું ફુલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

ત્યારબાદ સ્થળ ઉપર હાજર ગ્રામજનોએ તાલુકા પ્રમુખને ગૌચરણની જમીન ખાલી કરવા બાબતે આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરી હતી આ રજૂઆતમાં જણાવ્યું હતું કે બે મહિનાથી અનેક જગ્યાએ અરજીઓ કરવાં છતાં પણ આજ સુધી 1200 વીઘા ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ હોય તે બાબતે આજ સુધી કોઈપણ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી એવી રજૂઆત કરતાની સાથે તાલુકા પ્રમુખને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારબાદ આ કાર્યક્રમની પુર્ણાવતી તાલુકા પંચાયતનાં પ્રમુખ તાલુકા પંચાયત કચેરીનાં અધિકારીઓ તેમજ બોડીદર ગ્રામ પંચાયતનાં સરપંચ ઉપસરપંચ તાલુકા પંચાયતનાં સદસ્ય પૂર્વ સરપંચોની હાજરીમાં દરેક ગ્રામજનોને આ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો સંકલ્પ લેવડાવી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.