આઝાદીના અમૃત મહોત્સવની રેલીઓ તો બોવ ફેરવી દામનગર શહેરમાં ફેલાયેલ ગંદકી દૂર કરો તો વિકાસ કહેવાશે
દામનગર આઝાદીના અમૃત મહોત્સવની રેલીઓ તો બોવ ફેરવી દામનગર શહેરમાં ફેલાયેલ ગંદકી દૂર કરો તો વિકાસ કહેવાશે. . તંત્ર કોના માટે..!!? ચર્ચાતો સવાલ .દામનગર શહેરની મધ્યમાં આવેલ પ્રાથમિક શાળા નંબર.૧ (ગ્રીન શાળા )તેમજ શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પે.સે શાળા નંબર.-૨ નીઆસપાસ વ્યાપક પ્રમાણમાં ઠલવાતો કચરો
પક્ષાપક્ષીથી દુર રહી આ ધરોહરનુ જતન કરે તે જરૂરી. દામનગર શહેરની મધ્યમાં આવેલા હૃદય ગણાતી ગ્રીનશાળા તેમજ સવાણી શાળા આસપાસ ગંદકી તેમજ ઉકરડાના ગંજ ખડકાયા છે ગાંધીજીની 152 ની જન્મ જયંતી સ્વચ્છતા અભિયાન વર્ષ તરીકે ઉજવાય રહી છે ત્યારે દામનગરમાં ગંદકી ફેલાઈ રહી છે આ અંગે દામનગર ના યુવા જાગૃત કાર્યકર ભુપતભાઈ માલવિયા દ્વારા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તુરંત સફાઈ કરવા અને મિલકતની યોગ્ય દેખરેખ કરવા માં આવે તેવી માંગ કરી છે દામનગરની ગ્રીન શાળા તેમજ સવાણી શાળાને વર્ષમાં બે દિવસ 26મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના દિવસે યાદ કરવામાં આવે છે શું ખુદતંત્ર બાળકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યું છે ! આ ગ્રીન શાળા તેમજ સવાણી શાળાની આસપાસ સફાઈ કરવા અને બદલે બહારથી કચરો લાવી ત્યાં જ કચરો ભેગો કરવામાં આવે છે આથી પ્રક્ષા-પક્ષીથી પર રહી દામનગરના સત્તાધીશોને આધારોહણ નું જતન કરવું જરૂરી છે બાળકો તથા ત્યાં આસપાસ વસવાટ કરતા લોકોમાં કોઈ બીમારી નોતરે તે પહેલા આ શહેરની વચ્ચેથી આ કચરો અને ઉકરડા હટે તેવી માંગ કરી શકે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.