હાલો જાણીએ ક્યાં આવેલું છે યાત્રાધામ પ્રાચી તીર્થ ધામ.... - At This Time

હાલો જાણીએ ક્યાં આવેલું છે યાત્રાધામ પ્રાચી તીર્થ ધામ….


પ્રાચી તીર્થ માં ચાલી રહેલા પિતૃ માસ નિમિતે પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટિયા

સો વાર કાશી એક વાર પ્રાચી
ગિરનાર ની સમીપે આવેલ પિતૃતર્પણનું પવિત્ર સ્થાન એટલે પ્રાચી તીર્થ

પ્રાચી તીર્થ માં હાલ ભાદરવા માસ નિમિતે પિતૃ ઓ ના મોક્ષર્થે પિતૃ તર્પણ માટે વિધિ કરાવવા તેમજ મોક્ષ પીપળે પાણી રેડવા યાત્રી ઓ નો ભારે ઘસારો

પ્રાચી તીર્થ નું અનેરું મહત્વ હોવા થી પ્રાચી તીર્થ માં પિતૃ માસ જેમકે કારતક માસ ,ચૈત્ર માસ, ભાદરવા માસ, દરમિયાન ભારે યાત્રી ઓનો ઘસારો રહે છે

પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાચી તીર્થ ની પવિત્ર ભૂમિ પરથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી વહે છે જે જગત ની એક માત્ર નદી છે જે પૂર્વ દિશામાં સૂર્ય ની સામે વહે છે જેથી આ પવિત્ર સરસ્વતી નદી ને પૂર્વ વાહીની નદી કહેવાય છે આ પ્રાચી તીર્થ ની ભૂમિ પર ધર્મરાજ યુધિષ્ઠિરે પિતૃ તર્પણ કર્યું હતું આ તીર્થ ક્ષેત્ર માં થી પસાર થતી સરસ્વતી નદી માં સ્નાન કરવાથી ane ધર્મરાજે વાવેલા મોક્ષ પીપળા ને પાણી રેડવાથી પિતૃ તર્પણ નું કાશી કરતા પણ અન્નતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવતપુરાણ મુજબ શ્રદ્ધકાર્ય કે મૃતક પાછળ આત્માન મુક્તિ અર્થે થતા કર્મકાંડ માટે ના ઉત્તમ સ્થળો માં પ્રભાસક્ષેત્ર સ્થાન પામે છે આ પ્રભાસક્ષેત્ર માં દ્વારક, સોમનાથ,અને પ્રાચી તીર્થ નો સમાવેસ થાઈ છે આ પ્રાચી તીર્થ માં મોક્ષ પીપળા નીચે ભગવાન શ્રી કૃષ્ણ એ યદુકુળ નો મોક્ષ કર્યો હતો તેમજ આ મોક્ષ પીપળા નીચે શ્રી મહાપ્રભુજી ભગવાને ઉધ્ધવ ને છેવટ નું જ્ઞાન આપ્યું હતું શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી પ્રાચી થી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી કિનારે માધવરાયજી સ્વરૂપે પ્રગટ થયા હતા જે હાલ સરસ્વતી કિનારે જાંબુડા ના ઝાડ નીચે બિરાજ માન છે હાલ માં પણ સરસ્વતી નદી માં નવા નીર આવે એટલે સરસ્વતી નદી માધવરાયજી તેમજ લક્ષ્મી જી ના ચરણ સ્પર્શ કરી આગળ વધે છે જેથી ચોમાસા ના ત્રણ થી ચાર મહિના માધવરાયજી મહારાજ જળમગ્ન રહેછે
તેમજ પ્રાચી તીર્થ માં ઘણા નાના મોટા મંદિરો છે જેમાં સરસ્વતી ઘાટ ઉપર અન્નપૂર્ણા માતાજી તેમજ વધેશ્વરી માતાજી નું મંદિર avelu છે તેમજ સરસ્વતી નદી કિનારે પાંડવો વખત ના છ છ શિવ મંદિર આવેલા છે જેમાં વિઠલેશ્વવર મહાદેવ, દેવ દેવેશ્વર મહાદેવ,ગોવિંદેશ્વર મહાદેવ,અર્જુનેશ્વર મહાદેવ,શિદ્ધેસ્વર મહાદેવ,અને પૃથવેશ્વર મહાદેવ ના મંદિર આવેલા છે જે યાત્રી ઓ માટે અતિ પ્રચલિત છે
પ્રાચી તીર્થ ની પવિત્ર ભૂમિ પર પિતૃ માસ નિમિત્તે ગુજરાત ભરમાંથી પોતાના પિતૃ ના મોક્ષર્થે પ્રાચી તીર્થ ક્ષેત્ર માં ભારે ઘસારો રહે છે જેમાં કારતક માસ ભડરવા માસ ચૈત્ર માસ માં પિતૃ કાર્ય માટે અતિ પ્રચલિત હોવાથી માનવ મેદની ઉમટે છે તેમજ શ્રાવણ માસ માં પણ તહેવારો ને લઈ ભારે યાત્રી ઓનો ઘસારો જોવા મળેછે તેમજ શ્રાવણ માસ ના અંતિમ દિવસે એટલેકે ભાદરવી અમાસ જેને પિતૃ અમાસ પણ કહે છે તેથી પિતૃ ઓ ના મોક્ષર્થે આ ભાદરવી અમાસ ના દિવસે અનેરું મહત્વ હોવાથી મોક્ષ પીપળે પાણી રેડવા અને પિતૃ કાર્ય કરાવવા માટે દૂર દૂર થી ભાવિકો ઉમટી પડે છે પ્રાચી તીર્થ માં ભાદરવી અમાસે મેળો ભરાય છે
તેમજ આ પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા પિતૃ મોક્ષર્થે વિધિ કરાઈ છે જેમાં નારાયણ બલી,પ્રેત બલી, બભૃ શ્રાદ્ધ ,લિલ કાર્ય, ત્રી પિંડી, સર્વે પિતૃ શ્રાદ્ધ, કાલ સર્પ યોગ, વગેરે કર્મ કાંડ વિધિ થાઈ છે
બાર થી આવતા યાત્રી ઓ માટે રહેવા માટે દરેક સમાજ ની વાડી ઓ છે જેમાં લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ, સાધુ સમાજ, કોળી સમાજ, કારડીયા રાજપૂત સમાજ, વગેરે સમાજ ની ધર્મશાળા ઓ હોવાથી યાત્રી ઓ ને રહેવા ની તેમજ વિધિ કરવા માટે ની અનુકૂળ જગ્યા મળી રહે છે
પ્રાચી તીર્થ માં યાત્રી ઓ નો ઘસારો વધુ રહેતો હોવાથી નાના મોટા વેપારી ઓ પોતાની રોજી રળવા પ્રાચી તીર્થ માં નાના મોટા સ્ટોલ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે
તેમજ પ્રાચી તીર્થ માં મોક્ષ પીપળે પાણી રેડવા આવતા યાત્રી માટે પાણી ની વ્યવસ્થા સાધુ સમાજ દ્વારા કરવા માં આવે છે તેમજ પ્રાચી તીર્થ માં પધારતા યાત્રી ઓ સરસ્વતી ઘાટ માં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પૂજા અર્ચના કરી પિતૃ ઓના મોક્ષર્થે દાન દક્ષિણા આપી પુણ્ય નું ભાથું બાંધે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon