હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો. - At This Time

હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો.


હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો.
****
રવિ કૃષિ મહોત્સવમાં મહિલાઓની ઉપસ્થિતીને બીરદાવતા ધારાસભ્ય શ્રી ઝાલા
******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાની અધ્યક્ષતામાં ખુલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રવિ કૃષિ મહોત્સવ ની શરૂઆત કરી હતી. ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય તેમજ સરકારી યોજનાઓ અંગે જાણકારી મળે તે હેતુ થી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરાઇ હતી.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બે દિવસીય રવિ કૃષિ મહિત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં તાલુકાકક્ષાના કાર્યક્ર્મ યોજાઇ રહ્યા છે. વિવિધ ખેડુતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્ર્મમાં ધારાસભ્યશ્રીએ મહિલાઓની વિશેષ ઉપસ્થિતિને બિરદાવતા જણાવ્યુ કે મહિલાઓ આજે પશુપાલન થી આગળ વધી ખેતી કામમાં પણ માહેર બની મહિલા સશક્તિકરણનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
આ પ્રસંગે અગ્રણી શ્રી ભવરસિંહ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, હાલના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે. આ ખેતી થકી આપણે ભાવી પેઢીને રોગ મુક્ત અને તંદુરસ્ત જીવન આપી શકીશું. આ પદ્ધતિ થી ખેડૂતના ખર્ચમાં ઘટાડો થશે જેથી ખેડૂતને આર્થિક લાભ થશે. તેમ જણાવી સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી રાજેશભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મિગ અને મિશ્ર પાકો અંગે જાણકારી આપી હતી.
પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂત ધૂળસિંહ પરમારે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિતિ ખેડૂતો સમકક્ષ રજૂ કર્યા હતા.
ઉપસ્થિત ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દાંતીવાડા ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયુ હતું. તેમજ ઉપસ્થિત સૌએ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યુ હતું.
આ કાર્યક્રમોમાં વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું. પશુપાલન માટે સરકાર દ્રારા કરાતા વિવિધ સંસોધનો અને યોજનાઓ અંગે જાણકારી અપાઇ હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકા બેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પાર્થ પરમાર, હિતેશભાઇ, અગ્રણી શ્રી પ્રકાશ વૈધ, ટી. ડી.ઓ. શ્રી સિસોદિયા તેમજ કૃષિ વિભાગ અધિકારીશ્રીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.