૧ ઑક્ટોબર – રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દાનમાં આનંદ છે રક્તદાનમાં બ્રહ્માનંદ દાન. જગત નો પ્રાકૃતિક ધર્મ છે માનવ નકામો ડરે છે એક દિવસ બધુ જ આપી દેવું પડે છે - At This Time

૧ ઑક્ટોબર – રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દાનમાં આનંદ છે રક્તદાનમાં બ્રહ્માનંદ દાન. જગત નો પ્રાકૃતિક ધર્મ છે માનવ નકામો ડરે છે એક દિવસ બધુ જ આપી દેવું પડે છે


દાન જગત નો પ્રાકૃતિક ધર્મ છે માનવ નકામો ડરે છે એક દિવસ બધુ જ આપી દેવું પડે છે રક્તદાન શા માટે ?કારણ કે, દુનિયાની કોઈ ફેક્ટરી કે લેબોરેટરીમાં માનવ રક્તનું ઉત્પાદન થઈ શકતું નથી, માત્ર માનવશરીર જ આ લોહી બનાવી શકે છે. માટે માત્ર “માનવતા” જ લોહી પૂરું પાડી શકે છે.
કારણ કે, આ મહાદાનથી આપણા શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી, કોઈપણ જાતની નબળાઈ કે હાનિ પહોંચતી નથી, અને સાથે-સાથે જરૂરિયાતમંદ દર્દીની જિંદગી બચી શકે છે.કારણ કે, તાત્કાલિક (ઇમર્જન્સી) લોહીની જરૂરિયાતવાળા દર્દીને

તાત્કાલિક લોહી જરૂરી માત્રામાં ઉપલબ્ધ થઈ શકે છે. બ્લડ બેંકમાં લેવામાં આવતું લોહી પૂરેપૂરી ચકાસણી (નિયમો અનુસાર) પરિપૂર્ણ કર્યા પછી જ દર્દીને અપાય છે.“રક્તદાતા”ને પણ તેના શરીરમાં રહેલ કોઈપણ અજાણ્યા રોગની જાણ થાય છે.લોહી સ્વીકારનારને એઇડ્ઝ કે સીફિલીસ, ગોનોરિયા જેવા રોગના ચેપનો જરા પણ સંભવ તો નથી.કારણ કે, રક્તદાન જેવા આ અમૂલ્ય દાન દ્વારા કોઈકની જિંદગી બચાવવાનો સંભવ અને ઉપાય છે. દાનમાં આનંદ છે, રક્તદાનમાં બ્રહ્માનંદ છે રક્તદાન કોણ કરી શકે ? ૧૮થી ૫૫ વર્ષની તંદુરસ્ત વ્યક્તિ.૪૫ કિલોગ્રામ કે તેથી વધારે વજનવાળી વ્યક્તિ.સ્વાસ્થ્ય અને માનસિક પરિસ્થિતિ સામાન્ય હોય તેવી વ્યક્તિ.એક વખત રક્તદાન કર્યા પછી ત્રણ માસ પૂરા થયા હોય તેવી વ્યક્તિ.મહિલા રક્તદાતા દર ચાર માસે રક્તદાન કરે છે, એ હિતાવહ છે. રક્તદાતાના લોહીમાં ૧૨ ગ્રામ હિમોગ્લોબીન હોવું જરૂરી છે છેલ્લા ત્રણ વર્ષમાં કમળો ન હોય એવી વ્યક્તિ રક્તદાન કરી શકે છે.દાનમાં મળેલા રક્તના ૬૦ ટકા ઉપયોગ સ્ત્રીઓ માટે થાય છે, પરંતુ માત્ર ૧૦ ટકા જ મહિલાઓ રક્તદાન કરે છે.રક્તદાન કોણે ન કરવું જોઈએ ? છેલ્લા અઠવાડિયામાં તાવ, શરદી, ઉધરસ થઈ હોય તેવી વ્યક્તિ. મલેરિયા તાવના વારંવાર હુમલા આવતા હોય તેવી વ્યક્તિ. મેલરીયા.વારંવાર  હુમલા હૃદયરોગ, અત્યંત ઓછું લોહીનું દબાણ,યકૃતનો રોગી, મૂત્રપિંડનો રોગ, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર, એઇડ્ઝ વગેરે રોગ જેને હોય તેવી વ્યક્તિ.દમ તથા એલર્જીની બીમારીવાળી વ્યક્તિ.અતિશય રક્તસ્રાવ,વાઈ કે તાણ આંચકીનો રોગ હોય તેવી વ્યક્તિ. છેલ્લા એક વર્ષમાં મોટી શસ્ત્રક્રિયા કરાવી હોય તેવી વ્યક્તિ.સગર્ભા સ્ત્રી, તથા પ્રસૂતિ બાદ એક વર્ષ સુધીની સ્ત્રી. ઉપવાસ, ઉજાગરા કે અતિશય થાક જેને લાગ્યો હોય તેવી વ્યક્તિ. રસી મુકાવી હોય, આદતો અને વ્યસનો હોય તો રક્તદાન કરવા અગાઉ માહિતી આપવી જોઈએ. એચ. આઈ. વી. પોઝીટીવ કે એઇડ્ઝ રોગ ધરાવતી વ્યક્તિ. છેલ્લાં ત્રણ વર્ષમાં કમળો થયો હોય તેવી વ્યક્તિ.રક્ત દ્વારા રોગનું સંક્રમણ થતું હોય તેવી વ્યક્તિ. કયા સંજોગોમાં, ક્યાં સુધી રક્તદાન ન કરવું ?બાળકના જન્મ બાદ સ્ત્રીએ એક વર્ષ સુધી ૩ અઠવાડિયાં સુધી રોગ પ્રતિકારક રસી લીધી હોય ત્યારે છ માસ સુધી ઑપરેશન પછી, ન્યુમોનિયા, ટાઈફૉઈડવાળી વ્યક્તિ માસિક ધર્મ અને ગર્ભાવસ્થા દરમિયાન મલેરિયા તાવવાળી વ્યક્તિ રક્તદાન ન કરવું ૧ મહિના સુધી રક્તદાનની જરૂર કોને પડે ?આપણાં સૌનાં ઘર ઘરમાં આવી પડતી ઘાત ટાળવા માટે... જિંદગી અને તંદુરસ્તી ટકાવી રાખવા માટે આપણા જ સગાં-વ્હાલાં, સંબંધી અને મિત્રો માટે.આપણામાંના જ કોઈક અધીરા રિક્ષાવાળા કે સ્કૂટરવાળા, વાહનવાળા માટે ગમે તેમ રસ્તો ઓળંગનાર માટે કામ ઉપર જવાની દોડધામ કરતા બસના પ્રવાસી માટે પતંગ ચગાવતાં કે ઝાડ ઉપરથી પડી જતી વ્યક્તિ માટે પીપરમીંટ સમજીને દવાની ગોળી ગળી જતાં આપણાં ભૂલકાંઓ માટે જિંદગીના પહેલા અઠવાડિયામાં જ બધું લોહી બદલાવી આપવું પડે તેવા નવજાત શિશુ માટે. હિમોફીલિયા, થેલ્સેમિયાનો ભોગ બનેલ દર્દી માટે લ્યુકોમિયા, થયેલ હોય તેવા માટે માસિકની તકલીફથી ફિક્કીફચ પડી ગયેલી બહેનો માટે પ્રસૂતિ દરમિયાન જોખમમાં આવેલી માતા માટે ગર્ભાશય કે કેન્સરથી બચવા ઑપરેશનની રાહ જોતી બહેનો માટે. અકસ્માત કે ગૃહક્લેશને કારણે દાઝી જતી ગૃહિણી કે નવોઢા માટે દેશના સીમાડા સાચવતા જવાનો માટે. મોતિયાના ચશ્મા છતાં પગથિયું ચૂકી પડી જતા દાદાજી માટે હોજરીના ચાંદા, હરસ, લોહીની ઉલટીથી મૃત્યુ સમીપ પહોંચતા લોકો માટે.કમનસીબે આફતમાં ભરાઈ પડતા કોઈપણ ઉંમરના લોકો માટે અને આવા તો અસંખ્ય લોકો છે, જેમને તમે જાણતા નથી, આપણે કલ્પના કરી ન શકીએ, એટલા નિઃસહાય અને દુઃખી અવસ્થામાં સપડાયેલા માટે બ્લડ બેંકનો જ આગ્રહ રાખો કારણ કે, બ્લડ બેંક એક લોહીની પૂરેપૂરી ચકાસણી પછી લાગુ પડતા ગ્રુપનું લોહી લેવાની, તેને યોગ્ય તાપમાને જાળવી (સાચવી)રાખવાની અને પછી દર્દીને જરૂરિયાત મુજબના ગ્રુપનું લોહી પૂરું પાડતી એક સરકાર માન્ય ઉમદા સંસ્થા છે જેને ભારત સરકારના ફૂડ અને ડ્રગ કંટ્રોલ” વિભાગના “લાયસન્સ”થી જ માન્યતા મળે છે. ખાસ નોંધ ખાનગી રીતે લોહી લેનાર તથા લોહી વેચનાર તથા તેમાં મદદ કરનાર કાયદા કાનૂનનો અનાદર કરે છે અને તે સજાપાત્ર છે. આટલું જાણ્યા પછી આજે એક સંકલ્પ કરીએ કે,હું હંમેશાં નિયમિત રીતે દર ત્રણ મહિને કોઈપણ બ્લડ બેંકમાં રક્તદાન કરીશ અને “રક્તદાન મહાદાન” ઉક્તિને સાર્થક બનાવીશ.ગુજરાત રાજ્ય સોહામણું, મહિલાઓનું જ્યાં માન, સર્વ ક્ષેત્રે એ સમોવડી કેમ ન કરે એ રક્તદાન મહિલા ઓ રક્તદાન પ્રવૃત્તિ નો અગ્ર હિસ્સો બને ઉત્સાહ પૂર્વક રક્તદાન માટે મહિલા ઓ ડર કે ભય વગર રક્તદાન કરે કરાવે તેવી જાગૃતિ માટે રક્તદાન પ્રવૃત્તિ ને વેગવાન બનાવવા રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવાય છે 

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.