અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોની માંગણીઓનું તાત્કાલીક નિરાકરણ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w7wwvd64nvtaenae/" left="-10"]

અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોની માંગણીઓનું તાત્કાલીક નિરાકરણ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી


અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોની માંગણીઓનું તાત્કાલીક નિરાકરણ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી

અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોની નીચે મુજબની માંગણીઓ છે. (૧) સને ર૦૦૩ પહેલા નો ગુજરાત રાજય સરકાર ગાંધીનગર નો પરીપત્ર વારસાઈ હક માટે અમલમાં હતું અને તે મુજબ સફાઈકામદાર વયમર્યાદાને લીધે નિવૃત થાય કે ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ પામે કે સ્વૈચ્છિક રાજીનામું આપે તેના વારસદારને ઉપર મુજબના પરીપત્ર મુજબ નિમણુંક આપવામાં આવતી હતી અને તેની અમલદારી ચાલુ હતી આ પરીપત્ર થી ગુજરાત રાજયની તમામ નગરપાલિકાના સફાઈ કામદારને તેનો લાભ મળતો હતો. પરંતુ અચાનક સને ર૦૦૩ ના પરીપત્રને રદ કરવામાં આવ્યો કોઈને સાંભળીયા વગર કોઈને વિશ્વાસમાં લીધા વિના એકાએક રદ કરી દેવામાં આવ્યો જે પરીપત્ર રદ થતા સફાઈ કામદાર સમાજને મોટો ફટકો પડેલ છે, આજ સુધી સેટએપની જગ્યા ખાલી પડી છે, જે હજુ સુધી ભરવામાં આવી નથી, બધી જ જગ્યા ખાલી પડી પડેલ છે, આથી આ પરીપત્રને રદ કરી પહેલાના પરીપત્રને બહાલી આપી પુન: પરસ્થાપિત કરવા વિનંતી. (ર) છેલ્લા રપ કે ૩૦ વર્ષથી ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોને આજદિન સુધી કાયમી કરવામાં આવ્યા નથી, તેમજ વેતન પણ ઓછું ચુકવવામાં આવે છે, તો આવા સફાઈ કામદારોને કાયમી કરી આપવા તથા તેમના વેતનમાં વધારો કરી આપવા વિનંતી. (૩) નગરપાલિકા માં ફરજ બજાવતા કાયમી કે રોજમદાર સફાઈ કામદારો સમય મર્યાદામાં નિવૃત થાય કે ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામે કે સ્વેૈચ્છિક રાજીનામું આપે તેઓને મળવા પાત્ર ગ્રેચ્ચયુટી ની રકમ પી.એફ. ની રકમ હક રજાનો રોકડ પગાર અને મળવાપાત્ર એરીએસની રકમ નગરપાલિકા હપ્તા સિસ્ટમથી આપવામાં આવે છે તો આવા કર્મચારીને તેમણે મળવાપાત્ર રકમ એક સાથે વહેલીતકે મળે તેવી વ્યવસ્થા કરી આપવા વિનંતી. (૪) નગરપાલિકા માંથી કોન્ટ્રાક પ્રથા નાબુદ કરી સફાઈ કામદારોની ભરતી કરી નિમણૂંક આપવા વિનંતી. (પ) રોજમદાર સફાઈ કામદારોને ઈપીએફ કપાત માંથી લોન લેવા બાબતે ઘણી બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને લોન થી વંચિત રહે છે તો આ અંગે રોજદાર સફાઈ કામદારોને ઈપીએફની લોન સરળતાથી આપવા વિનંતી. (૬) છેલ્લા ઘણાવર્ષોથી ૧૭૮ રોજમદાર સફાઈ કામદારો ફીકસ પગાર થી પોતાની ફરજ બજાવતા હતા તેઓ સરકારશ્રીની મંજુરી થી ભરતી કરવામાં આવી હતી પછી થી તેઓને લધુતમ વેતન ધારા મુજબ પગાર ચુકવવામાં આવતો હતો, અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા અને સને ૦પ/૦પ/ર૦૧૮ નો ગુજરાત રાજય સરકાર ગાંધીનગરના પરીપત્રમાં સ્પષ્ટા કરેલ હોય કે કોઈ સફાઈ કામદારને છુટા ન કરવા પોતાની ફરજ ઉપર ચાલુ રાખવા છતાં પણ પરીપત્રનું પાલન કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા તો આ ૧૭૮ રોજમદાર સફાઈ કામદારને પરીપત્ર મુજબ પુન: પ્રસ્થાપિત કરી કામ ઉપર લેવા વિનંતી. (૭) સફાઈ કામદારોને મળતા ઓજારો કે ગણવેશ, બુટ, છત્રી અને પગાર સ્લીમ નિયમમિત આપવા વિનંતી.

અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોની ઉપરોકત મુજબની માંગણીઓનું ત્વરીત નિરાકરણ કરવાની ધારદાર રજુઆત અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]