ધંધુકા નગરપાલિકા ચૂંટણીમાં ૭ વોર્ડમાં ૧૩ ફોર્મ ભરાયા, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ - At This Time

ધંધુકા નગરપાલિકા ચૂંટણીમાં ૭ વોર્ડમાં ૧૩ ફોર્મ ભરાયા, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ


ધંધુકા નગરપાલિકા ચૂંટણીમાં ૭ વોર્ડમાં ૧૩ ફોર્મ ભરાયા, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

ધંધુકા નગરપાલિકાના પ્રતિષ્ઠાના જંગ માં આજ કુલ ૧૩ ઉમેદવારોએ ૭વોર્ડમાં ફોર્મ ભર્યા હતા. મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી વિઘાસાગર અને મામલતદાર વિજયસિંહ ડાભીના નિરીક્ષણ હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આજે પાલિકાના ૭ વોર્ડ માં કુલ ૧૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે ભાજપ કે કોંગ્રેસ બને પક્ષ હજી સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરી શક્યા નથી ત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસના અમુક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો તો ભાજપ છેલ્લી ઘડીએ ઉમેદવારો ને લઈ પત્તા ખોલશે તેવું લાગી રહ્યું છે.

આજે મામલતદાર કચેરરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી જેમાં આજે બપોર બાદ પાલિકા ના ૭ વોર્ડ માં કુલ ૧૩ ફોર્મ ભરાયા હતા. હાલ મળતી માહિતી મુજબ મોટે ભાગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મેન્ડેટ વગર ફોર્મ ભર્યા હતા. જ્યારે ભાજપના તમામ ઉમેદવારો અંતિમ દિવસે એક સાથે ફોર્મ ભરશે. આજે રોજ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે રાજકીય પક્ષ પોતાના પત્તા ખોલી સત્તાવાર ઉમેદવારો માટે મેન્ડેટ જાહેર કરે તેવી વકી સેવાઈ રહી છે. પ્રતિષ્ઠા ભરી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોક્સ ની લડાઈ જોવા મળી રહી છે તો બન્ને પક્ષ ના આગેવાનો જીત ના મજબૂત દાવાઓ પણ કરી રહ્યા છે.ત્યારે મતદારો ઈ વીએમ માં મત દઈ ને આ તમામ નું ભાવિ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image