ધંધુકા અને ધોલેરા તાલુકા સહિત સમગ્ર જિલ્લાના તાલુકામાં ગ્રામ વિકાસ યોજના ને વેગ આપવા સેમિનાર તાલીમ નું સફળતાપૂર્વક આયોજન કરાયું. - At This Time

ધંધુકા અને ધોલેરા તાલુકા સહિત સમગ્ર જિલ્લાના તાલુકામાં ગ્રામ વિકાસ યોજના ને વેગ આપવા સેમિનાર તાલીમ નું સફળતાપૂર્વક આયોજન કરાયું.


અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા સહિત સમગ્ર જિલ્લાના તાલુકામાં ગ્રામ વિકાસ યોજના ને વેગ આપવા સેમિનાર તાલીમ નું સફળતાપૂર્વક આયોજન કરાયું.

ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દેસાઈ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સભ્યો, સરપંચો તથા તલાટી કમ મંત્રીઓ અને આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યા.

અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તાલુકા સહિત તમામ તાલુકા મથકોએ ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ તથા પૂર્વ નિર્ધારિત લક્ષાંકો મહત્તમ રીતે સિદ્ધ કરવા ગ્રામ વિકાસની તમામ યોજનાઓને આવરી લેતા એક દિવસીય વર્કશોપ તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દેસાઈ ના માર્ગદર્શન અને આદેશના પગલે ધંધુકા અને ધોલેરા તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામ વિકાસ યોજનાઓના લક્ષાંકોને પૂર્ણ કરવા એક દિવસે સેમીનાર તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ ના સફળતાપૂર્વક લક્ષ્યાંક સિદ્ધ કરવાના હેતુથી યોજાયેલા ગ્રામ વિકાસ સેમીનાર તાલીમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સ્વચ્છતા મિશન (એચ બી એમ) મનરેગા (ગ્રામ કક્ષાએ રોજગારી)

પી એમ એ વાય તથા મિશન મંગલમ સહિતની યોજના અંગે વિસ્તરણ અધિકારી (એચ બી એમ) વિનોદભાઈ સોલંકી તથા (એ પી ઓ મનરેગા) બારૈયા હરજીભાઈ આર દ્વારા ની સમજ આપી હતી અને તાલુકા કક્ષાએથી થતા અમલીકરણથી સૌને જાગૃત કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વર્કશોપ માં પી પી ટી પ્રેઝન્ટેશન રજૂ કરવા માં આવ્યું હતું.

ધંધુકા તાલુકા વિકાસ અધિકારી હિંમતભાઈ ફુલાભાઈ ભુવાત્રા તથા નાયબ તાલુકા વિકાસ અધિકારી (આઈ.આર.ડી) ભુપેશભાઈ લીફવાલા ના વડ પણ હેઠળ યોજાયેલા ગામ વિકાસ અમલીકરણ સેમિનાર તાલીમમાં ધંધુકા તાલુકા પંચાયતના પ્રમુખ જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તથા ધંધુકા તાલુકા પંચાયતના સભ્યો તાલુકાના સરપંચો તથા તલાટી કમ મંત્રીઓ આમંત્રિત આગેવાનો એ વિશાળ સંખ્યામાં હાજરી આપી ગ્રામ વિકાસ યોજના સેમિનાર તાલીમને સફળ બનાવી હતી.

રીપોર્ટર : સી કે બારડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.