"પ્રા. શિક્ષણ ક્ષેત્રે વૈવિધ્ય સભર પ્રદાન કરનાર આમોદ્રા નાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ભાવનાબેન સોલંકી નું SGVP ગુરુકુળ દ્રોણેશ્વર દ્વારા સન્માન કરાયું."(જીતેન્દ્ર ઠાકર ઊના) - At This Time

“પ્રા. શિક્ષણ ક્ષેત્રે વૈવિધ્ય સભર પ્રદાન કરનાર આમોદ્રા નાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ભાવનાબેન સોલંકી નું SGVP ગુરુકુળ દ્રોણેશ્વર દ્વારા સન્માન કરાયું.”(જીતેન્દ્ર ઠાકર ઊના)


તા. 02-03-2025 ના રોજ દ્રોણેશ્વર ગુરુકુલમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એક શિબિર નુ આયોજન ગુરુકુલ દ્વારા આદરણીય સ્વામીજી માધવપ્રિય દાસજીના અધ્યક્ષપદે કોઠારી સ્વામી ના સાનિધ્ય મા શિક્ષિતો અને શિક્ષક વૃંદ તેમજ બૌધિકો, સાહિત્યકારો અને અધ્યાપકો માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાચીન મૂલ્યો સહિત શિક્ષણની અત્યાર ના સંજોગો ની કેટલીક આવશ્યક બાબતો ની વિસ્તૃત ચર્ચા અને ગોષ્ઠિ નુ આયોજન થયુ .
આપણા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન અને આપણા દરેક માનવંતા શિક્ષક ના સન્માન નુ એક વિશિષ્ટ આયોજન કરવાની એક નવી પ્રણાલી દ્રોણેશ્વર ના આચાર્યશ્રી નીતિનભાઈ ઓઝા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા દ્વારા કરવામા આવી. ઉના- ગીર ગઢડા તાલુકાના 11 શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. જેમાં ઉના તાલુકાના શ્રી આમોદ્રા કન્યા પ્રાથમિક શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત સોલંકી ભાવનાબેન નારણભાઈ નું પણ સન્માન કરવામાં આવ્યું. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી બજાવી રહ્યા છે. રાજ્ય સરકારના કાર્યક્રમો જેવા કે ગુણોત્સવ ,શાળા પ્રવેશોત્સવ ,ખેલ મહાકુંભ ,વાંચે ગુજરાત અભિયાન ,કન્યા કેળવણી જેવા અનેક શૈક્ષણિક કાર્યક્રમોમાં તેમની નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી રહેલ છે.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image