સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે…


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.....હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી નિરીક્ષક અને પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ દાવેદારોના સેન્સ લીધા હતા....જિલ્લાની તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચુંટણી છે જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે....ભાજપ સંગઠન સહિત પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ દાવેદારોના ફોર્મ લઈ તેમને સાંભર્યા હતા....આ તમામ વિગતો પાર્લામેન્ટ્રી બોર્ડને આપયા...બાદ ફાઇલ ઉમેદવાર નક્કી કરવામાં આવશે.... ઉલ્લેખની છે કે, સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા દરમ્યાન ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સંખ્યા વધુ જોવા મળી રહી હતી તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકર્તાઓ પણ ટીકીટ લેવા હવાતિયાં શરૂ કરતાં આવનાર સમયમાં ભાજપમાં અંદરો અંદર રાજકારણ ગરમાય તો નવાઈ નહિ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image