જસદણના આટકોટ સહિત વિસ્તારોમાં વહેલી સવારે ભેજ સાથે વાદળછાયું વાતાવરણ
(રિપોર્ટ કરશન બામટા)
જસદણ પંથકમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર, સરધાર સહિત વિસ્તારોમાં ધુમ્મસ છવાયું તેમજ વાતાવરણમાં ભેજ જોવા મળ્યો ટુ વ્હીલર વાહનોની સીટો ભીની થઇ હતી. આકાશમાં ભેજવાળા વાદળો જોવા મળ્યા સવારે અને ઠંડકનો અહેસાસ થાય બાદ બપોરે કાળજાળ ગરમી પડશે તેમજ લોકો ડબલ ઋતુ અનુભવ કરી રહ્યા છે. કુદરતી હવામાન પલટાથી લોકો પણ ચકરાવે ચડી ગયા છે ગ્લોબલ વોર્મિંગ અસર વર્તાઈ રહી છે. વૃક્ષો ઓછાં થતાં જાય છે જેની અસર વાતાવરણ માં પડી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
