નડાબેટ જવાના રસ્તાને નવીનીકરણ સાથે પહોળો બનાવાય તેવી લોક માંગ. - At This Time

નડાબેટ જવાના રસ્તાને નવીનીકરણ સાથે પહોળો બનાવાય તેવી લોક માંગ.


સુઈગામનું નડાબેટ એ પ્રાચીન એક તીર્થસ્થળ છે, જ્યાં નડેશ્વરી/વરૂડી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે,અને ત્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર આવેલી હોઈ ગુજરાત સરકાર દ્વારા ત્યાં ટુરિઝમ ઉભું કરાયું છે અને અહીં દેશભરમાંથી પર્યટકો માતાજીના દર્શન કરી ટુરિઝમ અને જીરો પોઈન્ટ બોર્ડર જોવા માટે ઉમટી પડે છે પરંતુ તહેવારો,શનિ રવિ કે અન્ય વેકેસેન જેવા દિવસોમાં લોકોની ભીડ અહીં વધુ રહેતી હોવાથી નડાબેટ જવાના રસ્તા જે સુઈગામ થી જળોયા સુધી હાઇવે પહોળો છે અને સારી કન્ડિશનમાં છે પરંતુ જળોયા થી નડાબેટ જવાનો રસ્તો થોડો સાંકડો અને ડામર ઉખડી ગયેલો હોય તેને નવિનીકરણ સાથે પહોળો હાઇવે બનાવવામાં આવે અહીં આવતા દેશભરમાંથી પર્યટકોને સરળતા રહે માટે રસ્તાને પહોળો હાઇવે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image