પતંજલિ યોગ સમિતિ દાહોદ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગરબાડા તાલુકાના સહાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત સરકારશ્રીના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૨૧/૦૬/૧૯ ના ઠરાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ” ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગ નો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહીત કરવાનો છે.
પતંજલિ યોગ સમિતિ દાહોદ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે ”તા.૧૨ મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સવારના ૦૬ થી ૦૮ કલાક દરમિયાન મુખ્ય પ્રાથમિક શાળા સાહડા તા. ગરબાડા ખાતે યોગ શિબિર નુ આયોજન કરવામાં આવેલ. જેનો ઉમદા હેતુ દાહોદ જિલ્લાના તમામ નાગરીકોના સ્વાસ્થ, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતી તેમજ પ્રચાર પ્રસાર અંગેનો છે.જેમાં દાહોદ જિલ્લા પતંજલિ યોગ સમિતિ ના યુવા પ્રભારી શ્રી કિશોરભાઈ ડામોરનાઓ દ્વારા કોમન યોગા પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો તેમજ યોગાહાર વિશે ખુબજ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર. દાહોદ જિલ્લા સોશ્યિલ મીડિયા કો ઓર્ડીનેટર તથા ગરબાડા તાલુકા યોગ કોચ રાહુલકુમાર એલ પરમાર નાઓ દ્વારા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 100 કલાક ની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં આસપાસના યુવાઓ, બહેનો, વડીલો આ નિ:શુલ્ક યોગ વર્ગમાં યોગ ટ્રેનર ની તાલીમ લઇ રહ્યા છે જેઓ તાલીમ લીધા પછી આસપાસના ગામડાઓમાં નિઃશુલ્ક યોગ કક્ષા સરુ કરશે તેમજ હર ઘર યોગ પહોંચાડસે અને માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાઓના સપનાને સાકાર કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો જેમાં યોગ ટ્રેનરો યોગ સાધકો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.