બાલાસિનોર નગરપાલિકા દ્વારા પાણી ની નવી પાઈપલાઈન નાખવા આવી પણ આરસીસી રોડ પર લેવલીંગ ન કરતા સોસાયટી રહિશો માં રોશ ભભૂકી ઉઠયો - At This Time

બાલાસિનોર નગરપાલિકા દ્વારા પાણી ની નવી પાઈપલાઈન નાખવા આવી પણ આરસીસી રોડ પર લેવલીંગ ન કરતા સોસાયટી રહિશો માં રોશ ભભૂકી ઉઠયો


બાલાસિનોરમાં મહાલક્ષ્મી સોસાયટી થી અંબિકા સોસાયટી રોડ સુધીના માર્ગ પર પાણીની પાઈપ લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અને રોડની વચ્ચે કોન્ટ્રાકટર દ્વારા જેસીબી મશીનથી આડેધડ ખોદકામ કરવામાં આવ્યુ.જેના કારણે નગરના રહીશોને અવર જવરના રસ્તા વનને જેવા થઈ જતાં અકસ્માત ની ભીતી સેવાઈ રહી છે.. જેથી સ્થાનિક રહીશો દ્વારા બાલાસિનોર નગરપાલિકા માં રજૂઆત કરવામાં આવી કે અગાઉ પાંચ દિવસ પીવાનું પાણી બંધ રહ્યું તે દરમિયાન નગરપાલિકા દ્વારા અમો રેગ્યુલર ટેક્ષ ભરનારા ઓને પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા પણ નહતી કરી આપી .અને હવે આ પાણીની નવીન પાઈપ લાઈન ના ખોદકામ કરી માટી પુરી ને ટેકરા કરી રાખ્યા જેનાં લીધે ગંભીર અકસ્માત ની ભીતી સેવાઈ રહી છે . જ્યારે અમો રહીશો દ્વારા નગરપાલિકા માં રજૂઆત કરવામા આવી તો જાણવા મળ્યું કે નગરપાલિકા ચીફ રજા પર હતા.તો અમો રહીશો દ્વારા રજૂઆત કોને કરવી.????

બાલાસિનોર વોડૅ નં ૩ માં નવીન પાઈપ લાઈન નું કામગીરી ચાલતી હોય જેથી અંબિકા સોસાયટી થી મહાલક્ષ્મી સોસાયટી ના અવર જવરના મૂખ્ય રસ્તા ની વચ્ચે ખોદકામ કરી પાઈપલાઈન નાખવામાં આવી. રસ્તા ઉપર વચ્ચે ખોદકામ કરી માટી પુરી પરંતુ કોન્ટ્રાક્ટરે માટીના ઢગલા કર્યા જેનાથી અવર જવર કરતા સોસાયટી ના રહીશો સ્કૂલ માં જતાં વિદ્યાર્થી ને અક્સ્માત થાય તેવી સોસાયટી ના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી...

જ્યારે બાલાસિનોર નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલર જીગરભાઈ પટેલ દ્વારા નગરપાલિકા, વહીવટદાર તેમજ આર.સી.એમ.વડોદરા સુધી રજુઆત કરવામાં આવી છે.જણાવ્યુકે અગાઉ લાઈન નાંખવાની કામગીરી શરુ કરવા માં આવી તે દરમિયાન નગરપાલિકા દ્વારા પાંચ દિવસ સુધી પીણી બંધ ‌કરી દીધું હતું અને સોસાયટીના રહીશો ને પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા કરવાંમાં પણ નગરપાલિકા નિષ્ફળ નિવડી છે.સાથે અમારા વોર્ડ નં ૩ માં પાણી ની પાઈપલાઈન નાખવા માટે જેસીબી દ્વારા ખોદકામ કરી પાઈપલાઈન નાખવામાં આવી.જેબાદ આરસીસી રોડ પર માટી પુરી દેવામાં આવી પરંતુ રોડ લેવાલી કરવામાં ન આવતા સોસાયટી વિસ્તારમાં રહેતા રહિશો ત્રાહિમામ્ પોકારી ગયા છે.વારંવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં આજદિન સુધી આ રોડ લેવલીંગ કરેલ નથી.જેના લીધી મોટા અક્સ્માત ને આવકારી રહ્યાં હોય તેવું લાગે છે..


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image