અમરેલી મુખ્ય ચૂંટણી અધિકારી ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર પાઠવી આદર્શ આચારસંહિતા નો અમલ કરવા માંગ કરી - At This Time

અમરેલી મુખ્ય ચૂંટણી અધિકારી ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર પાઠવી આદર્શ આચારસંહિતા નો અમલ કરવા માંગ કરી


અમરેલી મુખ્ય ચૂંટણી અધિકારી ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર પાઠવી આદર્શ આચારસંહિતા નો અમલ કરવા માંગ કરી

અમરેલી કોંગ્રેસ પ્રમુખ દુધાતે કલેકટરશ્રી જિલ્લા ચુંટણી અધિકારીશ્રી,૧૪-લોકસભા, અમરેલી અમરેલી જિલ્લાનાં મોટાભાગનાં રસ્તાઓ ઉપર તેમજ જાહેર સ્થળો ઉપર રૂલીંગ પાર્ટીનાં સાઇન બોર્ડ તેમજ ધજા-પતાકા દૂર કરવા માંગ કરી ૧૮ મી સામાન્ય લોકસભાની ચુંટણી જાહેર થઈ ચુકી છે ચુંટણીની જાહેરાત બાદ કોઇપણ રાજકીય પક્ષનાં ધજા-પતાક કે સાઇન બોર્ડ તેમજ પેટ્રોલ પંપ ઉપર સાઇન બોર્ડ અને સસ્તા અનાજની દુકાનમાં રૂલીંગ પાર્ટીના નિશાન વાળા થેલીઓની વેચાણ પ્રક્રીયા સતત અમરેલી જિલ્લામાં ચાલુ હોય તેવી અનેક રજુઆતો પક્ષ પાસે આવેલ છે. આ બાબતે પુર્વ સાંસદ/ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પણ આપનું તેમજ આચાર સંહિતા જિલ્લા મુખ્ય અધિકારીશ્રીનું દૂરવાણી સંદેશા ઉપર તેમજ એસ.એમ.એસ. આપી અનેકવાર ધ્યાન દોરેલ છે. ધ્યાન દોરીયા બાદ કાર્યવાહી થાય છે તે બાબત પણ સ્વીકારીએ છીએ પરંતુ આવું અમારે જ કેમ ધ્યાન દોરવું પડે છે? તંત્ર કેમ બેધ્યાન છે? ચુંટણી પ્રકીયા શરૂ થાય એટલે તંત્ર એ કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી પત્રથી રજુઆત છે. આમ કરવામાં કોઇ જગ્યાએ કચાસ રહેતી હોય તો સ્થાનીક જેતે કર્મચારી/અધિકારીને કોઇ રાજકીય પક્ષ સાથે મીલીભગત હોય તો તેમની ઉપર તાત્કાલીક અસરથી પગલા લેવા જોઇએ તે પત્રથી ધ્યાન દોરી રહ્યો છું. તાકીદે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનીક તંત્રને કડકમાં કડક સુચના આપવા અને ત્યારબાદ દિન-૩ માં આવી કાર્યવાહી કચાસ હશે અને અમે ધ્યાન દોરશુ તો જેતે સ્થાનીક અધિકારીની ફરજ મોકુફી અથવા તાત્કાલીક અસરથી તેમની ત્યાથી બદલી કરવાની કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરીએ છીએ. લોકશાહીમાં ચુંટણી લડવાનો બંધારણીય અધિકાર છે અને તંત્રની કોઇ મીલીભગત સામાન્ય ચુંટણી જરા પણ ચલાવી શકાય નહી. આ બાબતે પોલીસ તંત્રને પણ કડક સુચના આપવા પત્રથી રજુઆત છે મને મળેલી બિનસત્તાવાર માહિતી પ્રમાણે અમુક પોલીસ તાલુકાની ઓફીસના મુખ્ય અધિકારીશ્રી દ્વારા જુગારમાં કોઇ પકડાયેલા હોય તો તેમના પણ જામીન લેવામાં આવે છે પરંતુ તેમા પણ વ્હાલા-દવલાની નીતિઓ ચાલતી હોય તેવું ધ્યાન ઉપર આવેલ છે. તમામની નીતિઓ એક જ રાખવામાં આવે અને તેમાં કોઇ નીતિમાં ફેરફાર હશે તો તે સ્થાનીક અધિકારીની તાત્કાલીક બદલી કરવા માટે પણ પત્રથી રજુઆત છે લાઠી પોલીસ તંત્રમાં આવી વિગતો મારી સામે બિનસત્તાવાર આવેલી છે તેઓને પણ કડક સુચના આપવા અને જિલ્લા પોલીસ વડાને પણ કડક સુચના આપવા પત્રથી રજુઆત છે. દિન-રાત દારૂની હેરા-ફેરી આયુર્વેદીક કેફી પીણાની હેરા-ફેરા રોયલ્ટી રેતીની ચોરી ના ટેન્કરો ધમ-ધમી રહ્યા છે અને તેમાં પણ હપ્તાખોરી ચાલી રહી છે તે બાબતમાં કડકમાં કડક કાર્યવાહી કરવા પણ પત્રથી રજુઆત છે. આ અંગે તુર્ત જ યોગ્ય કાર્યવાહી કરવા આપનું ધ્યાન દોરી રહ્યો છું તેમ દુધાતે જણાવ્યું હતું અને સબંધ કરતા વિભાગો ને જાણ કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.