નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ઘાંણીખૂટ ગામ ના પાટીયા પાસે ફોરવ્હીલ ચાલકે બાઈક ચાલક ને અડફેટે લેતા. ઝઘડીયાના તવડી ગામના યુવકનુ મોત પત્ની,પુત્રીનો બચાવ. - At This Time

નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ઘાંણીખૂટ ગામ ના પાટીયા પાસે ફોરવ્હીલ ચાલકે બાઈક ચાલક ને અડફેટે લેતા. ઝઘડીયાના તવડી ગામના યુવકનુ મોત પત્ની,પુત્રીનો બચાવ.


નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર.
ઘાંણીખૂટ ગામ ના પાટીયા પાસે ફોરવ્હીલ ચાલકે બાઈક ચાલક ને અડફેટે લેતા.
ઝઘડીયાના તવડી ગામના યુવકનુ મોત
પત્ની,પુત્રીનો બચાવ.

ઝધડીયા તાલુકાના તવડીગામમાં ઉપલા ફળીયા ખાતે રહેતા ગોલસીંગભાઈ અવલસંગભાઈ નો પુત્ર કે જે ઉમલ્લા પાસે આવેલ આરપીએલ કંપનીમા નોકરી કરતો રાકેશભાઈ ઉ.વ.આશરે ૨૫ કે જેઓ તા.૧૧મીના રોજ તવડી ગામેથી દેવમોગરા ખાતે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પોતાની પત્ની હિનાબેન તેમજ ત્રણ વર્ષ ની પુત્રી સાથે પોતાની મોટરસાયકલ નંબર જીજે ૧૬ ડીબી ૭૦૫૮ ઉપર નિકળીયા હતા ત્યાથી ડભાલ ગામે રહેતો મિત્ર કલ્પેશભાઈ મેલસીંગભાઈ વસાવા તેમજ તેની પત્ની,સંતાન સાથે બંને પરિવારો બે મોટરસાયકલ લઇ ને દર્શન માટે જઈ રહ્યા હતા, નેત્રંગ-ડેડીયાપાડા હાઇવે પર ધાંણીખુટ ગામ ના પાટીયા પાસેથી સવાર ના ૧૧.૩૦ થી ૧૨ ના સમય ગાળા દરમિયાન પસાર થઇ રહ્યા હતા તે સમયે ડેડીયાપાડા તરફથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલા વાન ચાલકે કોઈ પણ જાતના સીગનલ બાતવીયા વિના ધાંણીખુટ ગામમા જવાના રોડ પર મેઇન હાઇવે રોડ ઉપર થી એકદમ વળાવી દેતા રાકેશભાઈ ની મોટરસાયકલ ને ટકર લાગતા રાકેશભાઈ તેઓની પત્ની,પુત્રી મોટરસાયકલ ઉપર ફગોળાઇ જતા ધટના સ્થળે લોક ટોળા ઉમટી પડયા હતા, રાકેશભાઈ ને નાકના ભાગે તથા છાતીના ભાગે ગળાનાં ભાગે તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થઇ હતી,જ્યારે તેઓની પત્ની ને પણ શરીર ના ભાગે ઇજાઓ પહોંચી હતી,તેઓની ૩ વર્ષ ની પુત્રીને કોઈ પણ જાતની ઇજા થઇ ન હતી.ધટના સ્થળે એકત્ર થયેલા લોકો માંથી ૧૦૮ સેવાને ફોન કરતા,૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓનો મિત્ર કલ્પેશભાઈ રાકેશભાઈ તેમજ તેની પત્ની હિનાને નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવેલ જયા હાજર ઙૉકટરે પ્રાથમિક સારવાર બાદ રાકેશભાઈ ને વધુ સારવાર માટે રાજપીપલા ખાતે આવેલ સીવીલ હોસ્પિટલ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત લઇ જતા હતા ત્યા રસ્તામાં કાંટીપાડા ગામ પસાર થઇ રહ્યુ હતુ ત્યારે એકાએક શ્ર્વાસ બંધ થઈ જતા ૧૦૮ મા હાજર ડૉક્ટરે મૂત જાહેર કરતા પરત નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાશ ને લાવવામા આવી હતી, અકસ્માત બનાવ ને લઇ ને નેત્રંગ પોલીસે જરૂરી કાગળો કરી લાશને સગા-સંબંધીઓ ને સોપવામા આવી હતી, આગળ ની વધુ તપાસ પીએસઆઇ આર કે દેસાઈ ચલાવી રહ્યા છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.