જસદણના જીવાદોરી સમાન આલણસાગર ડેમ ઓવરફ્લો થતા રાજીપા સાથે હરખની હેલી લોકો ઉમટ્યા સર્વત્ર આનંદની લાગણી - At This Time

જસદણના જીવાદોરી સમાન આલણસાગર ડેમ ઓવરફ્લો થતા રાજીપા સાથે હરખની હેલી લોકો ઉમટ્યા સર્વત્ર આનંદની લાગણી


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણના બાખલવડ ગામે આવેલ આલણસાગર નાની સિંચાઈ યોજનાની કુલ સપાટી 31.50 ફૂટ છે. ત્યારે ડેમના ઉપરવાસના ગામોમાં અનરાધાર વરસાદ પડતાં હાલ ડેમમાં વરસાદી પાણીની આવક ચાલુ છે. અને પાણીની આવકના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છ. આલણ સાગર ડેમ જસદણ સહિત સાત ગામોને સિંચાઈ માટે તેમજ જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પડે છે. આ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો નગરજનોમાં રાજીપો છવાયો છે. અને ડેમ ખાતે સાંજે લોકો હરખભેર ઉમટી પડ્યા હતા. હાલ પણ ડેમમાં સતત પાણીની આવક વરસાદના પગલે ચાલુ છે. જેથી ડેમની નીચવાસમાં આવતા જસદણ, બાખલવડ, આટકોટ, પાંચવડા અને જસાપર સહિતના ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા જસદણ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ આ તળાવ ઓવરફલો થતાં સર્વત્ર આનંદની લાગણી ફેલાણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.