સાબરકાંઠા જિલ્લામાં નવા પીએમ આવાસ બનાવવા સર્વે હાથ ધરાયો* ***
*સાબરકાંઠા જિલ્લામાં નવા પીએમ આવાસ બનાવવા સર્વે હાથ ધરાયો*
***
સાબરકાંઠા જિલ્લામાં ગામમાં કોઇ લાભાર્થી આવાસથી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારશ્રી દ્રારા સર્વે પ્રકિયા હાથ ધરવામાં આવી છે.નવા પ્રધાનમંત્રી આવાસ (ગ્રામીણ) બનાવવા સર્વેની કામગીરીમાં પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણુંક કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના ૭૧૯ ગામોમાં પ્રધાનમંત્રી આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓ માટે ફરી એકવાર તક આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક ગામમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. આવાસ યોજના હેઠળ લાભાર્થીને રૂા. ૧.૨૦ લાખ ત્રણ હપ્તામાં સહાય ચુકવાય છે. જો લાભાર્થી ૬- મહિનામાં આવાસનું કામ પૂર્ણ કરી દે તો રાજય સરકાર દ્વારા રૂ.૨૦,૦૦૦/- પુરસ્કાર મુખ્યમંત્રીશ્રી અતિરિકત સહાય રૂપે ૫ણ આપે છે.
ગ્રામ્ય વિસ્તારમાં કાચું મકાન અથવા મકાન વિહોણા હોય તેમને આ સહાયનો લાભ મળશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.પી. પાટીદારના જણાવ્યા અનુસાર ૨૦૧૮ના સર્વે દરમિયાન જે લાભાર્થીઓને સમાવી શકાયા ન હતા તેમને પુન: તક મળી છે એટલે જિલ્લામાં કોઇ ૫ણ બાકી ન રહી જાય તે જરૂરી છે.લાભાર્થીને પીએમ આવાસ ગ્રામીણ સહાય ૧,૨૦,૦૦૦/-,પ્રોત્સાહક સહાય ૨૦,૦૦૦/-, બાથરૂમ સહાય ૫,૦૦૦/-, ૯૦-દિવસ મનરેગા મજુરી ૨૫,૦૦૦/-
અને સ્વચ્છ ભારત મિશન શૌચાલય સહાય ૧૨,૦૦૦/-
મળી કુલ ૧,૮૨,૦૦૦/-ની સહાય મળે છે.એમ ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.