સાંઢિયા પુલ ભારે વાહનો માટે કરાશે બંધ: બે દિવસમાં પોલીસનું જાહેરનામું - At This Time

સાંઢિયા પુલ ભારે વાહનો માટે કરાશે બંધ: બે દિવસમાં પોલીસનું જાહેરનામું


જામનગર રોડ ઉપર આવેલો રાજકોટનો કેસર-એ-હિન્દ પુલ પછીનો બીજો સૌથી જૂનો એવો સાંઢિયા પુલનું સમારકામ રેલવે-મહાપાલિકા તંત્ર વચ્ચેની ફેંફાફેંકીને કારણે થઈ શક્યું નથી. હવે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે પુલ હવે ભારે વાહનોને ‘ખમી’ શકે તેમ ન હોવાથી ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી દેવાની નોબત આવી પડી છે. રેલવે તંત્ર દ્વારા પુલની હાલત ભારે વાહનો માટે નાદૂરસ્ત હોવાની જાણ મહાપાલિકાને કરવામાં આવતાં જ દોડધામ શરૂ થઈ જવા પામી છે. બીજી બાજુ પોલીસને આ અંગેની જાણ કરાતાં જ એકાદ-બે દિવસમાં પુલ પર પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે વર્ષો જૂના સાંઢિયા પુલ ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા અને ટ્રક-બસ સહિતના મોટા વાહનો મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. જો કે ઘણો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં પુલનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું ન હોવાને કારણે ભારે વાહનોના પ્રવેશથી પુલની સ્થિતિ વધુ બગડી શકે તેવું જણાતાં જ રેલવે તંત્ર દ્વારા આ પુલ ઉપર ભારે વાહનોનો પ્રવેશ શક્ય ન હોવાની જાણ મહાપાલિકાને કરવામાં આવી હતી. આ પછી મહાપાલિકા દ્વારા પુલ પર પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસને કહેવામાં આવતાં
અત્યારે પોલીસ દ્વારા સાંઢિયા પુલ પરથી પસાર થનારા ભારે વાહનોને ડાયવર્ઝન ક્યાંથી આપવું તેને લઈને મથામણ ચાલી રહી છે જે પૂર્ણ થઈ ગયા બાદ સંભવત: એકાદ-બે દિવસમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવશે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે હાલ સાંઢિયા પુલ ઉપરથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને ચાલવા દેવામાં આવશે. માત્ર ટ્રક-બસ-ડમ્પર સહિતના વાહનોને જ પ્રવેશબંધી ફરમાવવામાં આવશે. જ્યારે રેલવે તંત્ર ટૂંક સમયમાં પુલ ઉપર અઢી મીટરની ઉંચાઈએ ગર્ડર ફિટ કરી દેશે જેથી મોટા વાહનો અહીંથી પસાર જ ન થઈ શકે.
જો મોટા વાહનોને સાંઢિયા પુલ પરથી પ્રવેશબંધી ફરમાવાશે તો તેમને ડાયવર્ઝન ક્યાંથી આપવું તેની ગડમથલ સર્જાઈ ગઈ છે કેમ કે જામનગર, મોરબી, પડધરી, ધ્રોલ સહિતના શહેરો-વિસ્તારોમાં જનારા મોટા વાહનો સાંઢિયા પુલ પરથી જ પસાર થઈ રહ્યા છે. બીજી બાજુ અત્યારે માધાપર ચોકડી પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી તેને પણ હાલ બંધ કરી દેવામાં આવતાં બજરંગવાડી સહિતના વિસ્તારો પાસે મોટા વાહનોનો ભારે ટ્રાફિકજામ થતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે સાંઢિયા પુલ પણ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવશે ત્યારે સ્થિતિ વધુ બગડે તેવું લાગી રહ્યું છે.
જામનગર રોડથી શહેરના પ્રવેશદ્વાર જેવા માર્ગે આવેલા દાયકાઓ જુના સાંઢીયા પુલ પર વાહન વ્યવહારની ક્ષમતાનું આયુષ્ય રેલવેના રેકર્ડ પર પુરૂ થઇ ગયું છે. ગત વર્ષે રેલવે અને કોર્પો.એ પુલ નીચે જરૂરી રીપેરીંગ કર્યુ હતું અને વાહન વ્યવહાર માટે વાંધો ન હોવાનું જાહેર કરાયું હતું. તે બાદ હવે નવા પુલનો પ્રોજેકટ બન્યો છે ત્યારે પુલ નીચેના ટ્રેક પર રેલવે દ્વારા ઇલેકટ્રીક ટ્રેન માટેની વીજ લાઇનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.
હાલ આ રૂટ પર ડિઝલ ટ્રેન વર્ષોથી દોડી રહી છે. હવે આ રૂટ પરથી ટુંક સમયમાં ઇલેકટ્રીક ટ્રેન દોડાવવાનું આયોજન રેલ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે પૂરા ટ્રેક પર ઇલે. કેબલનું કામ કોન્ટ્રાકટર કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ લાઇન માટે પૂરતી સુરક્ષાની પણ જરૂર હોય છે. આથી પુલ ઉપરની રેલીંગની બંને તરફ પણ ફેન્સીંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જે પુલ પરથી પસાર થતા વાહનો, બી્રજ પર થતું ગ્રીલ ફેન્સીંગનું કામ અને પુલ નીચે ચાલતું કેબલીંગનું કામ પણ જોવા મળે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.