અવસર છે લોકશાહીનો..
બોટાદ જિલ્લામાં ગણપતિ પંડાલોમા મતદાર જાગૃતિ કાર્યક્રમ: ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું
જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી
બોટાદ જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. બોટાદના વિવિધ વિસ્તારમાં ગણપતિ પંડાલોમાં જઈને બી.એલ.ઓ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
બોટાદના પાંચપડા વિસ્તારમાં સ્થિત જયગોપલ સોસાયટી, ભરતનગર, ભીડભંજન હનુમાનજી મંદિર, ભાવનગર રોડ પર, ઝવેરનગર સહિતના વિસ્તારોના ગણેશ પંડાલોમાં ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.