“ઉના નાં મોટાડેસર ગામે 4 કરોડ નાં નાં ખર્ચે બનનાર નવી માધ્યમિક શાળા નું ખાત મુહૂર્ત ધારાસભ્ય કે.સી.રાઠોડ દ્વારા કરાયું.”(જીતેન્દ્ર ઠાકર ઉના)
ઉના તાલુકાના મોટા ડેસર ગામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ.૪ કરોડ ૫૨ લાખના ખર્ચે તૈયાર થનાર નવી માધ્યમિક શાળા નું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે કરવામા આવ્યું. આ ખાતમુહૂર્ત પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. આ તકે બાબુભાઈ સોલંકી, બીજલભાઈ બાંભણીયા, અરવિંદભાઈ મકવાણા, દિનેશભાઈ શીંગડ, તુલસીભાઈ પામક, મેણશીભાઈ ભાલીયા, સરપંચશ્રી ભરતભાઈ શીંગડ, ઉપસરપંચશ્રી પરેશભાઈ પામક ગ્રામ પંચાયતના સદસ્યશ્રી ઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
