કેન્દ્ર સરકારે ICDS ના બજેટમાં ઘટાડો કરતા ગુજરાત રાજ્યમાં ચાલતી 52,000 આંગણવાડી ઓનું ભવિષ્ય ખતરામાં..... - At This Time

કેન્દ્ર સરકારે ICDS ના બજેટમાં ઘટાડો કરતા ગુજરાત રાજ્યમાં ચાલતી 52,000 આંગણવાડી ઓનું ભવિષ્ય ખતરામાં…..


કેન્દ્ર સરકારે ICDS ના બજેટમાં ઘટાડો કરતા ગુજરાત રાજ્યમાં ચાલતી 52,000 આંગણવાડી ઓનું ભવિષ્ય ખતરામાં.....
રાજકોટ જિલ્લામાં કુલ 1500 થી વધુ આંગણવાડીમાં કામ કરતી લગભગ 3000 થી વધુ વર્કર, હેલ્પર બે બે માસથી પગારથી વંચિત.
છે. છ માસથી બાળકોના નાસ્તા માટેના ગોળ, મસાલા, ચણા, દાળ, ફળ અને શાકભાજીના,ગેસના બિલ બાકી.
કનટીજન્સી 1 વર્ષથી બાકી
ફ્લેકસીફંડ. 1 વર્ષથી બાકી
મંગલદિન ઉજવણી દોઢ વર્ષથી બાકી.
મોબાઈલ ઇનસેટિવ 1 વર્ષથી બાકી. આ બાબતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગાંધીનગર મૌખિક તેમજ લેખિત ફેક્સ દ્વારા રજુઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં એનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સંગઠન દ્વારા આગામી સમયમાં આંદોલન પણ કરવામાં આવશે. એમ ગુજરાત આંગણવાડી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રંજનબેન સંઘાણી તેમજ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી, રાજકોટ જીલ્લા પ્રમુખ સંગીતાબેન દવે

દ્વારા જણાવાયું છે.
એક બાજુ સરકાર કુ પોષણ નાબુદી ના ડંકા વગાડી રહી છે, બીજી બાજુ બહેનોને આંગણવાડી ના બાળકોનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ થાય એવી સ્થિતિ રહી નથી. સરકાર પોષણ ને બદલે શોષણ કરી રહી છે, દરરોજ સુપોષણ ના પોગ્રામો કરાવવામાં આવે છે, પોષણ માહની એન્ટ્રી ના નામ પર રાત દિવસ કામ કરો નો ભાર મૂકવામાં આવે છે. જે કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ 14 ડિપાર્ટમેન્ટ નું કામ છે, તેમ છતાં તે ICDS ના કર્મચારીઓ પાસે જ કરાવવામાં આવી રહ્યું છે,જેને લઈ આંગણવાડી બહેનોનું માનસિક શોષણ થઈ રહ્યું છે.
શું આમ જ થશે કુ પોષણ મુક્ત ગુજરાત...??


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.