ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષકનો 11 તોલાનો સોનાનો દાગીનો રસ્તામાં પડી ગયો હતો... - At This Time

ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષકનો 11 તોલાનો સોનાનો દાગીનો રસ્તામાં પડી ગયો હતો…


ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષકનો 11 તોલાનો સોનાનો દાગીનો રસ્તામાં પડી ગયો હતો...

ભાભર તાલુકાના ખારા ગામના વ્યક્તિ ને મળી આવતાં ૧૭ દિવસે મુળ માલિકને શોધી પરત કર્યો

ભાભર તાલુકાના ચચાસણા ગામના શિવરામ કાબાભાઈ દેસાઈ શિક્ષક ગત તા.૨૨/૨/૨૪ ના દિવસે બંધવડ થી થરા ગામે પોતાની બાઈક લઈ ને જતાં હતાં તે દરમ્યાન તેમની પાસે બાઈક ના આંકડા માં ભરાવેલ થેલીમાં 11 તોલા નો સોનાનો શેટ હતો જેની અંદાજીત કિંમત રૂ ૭ લાખ થાય છે. તે થરા હાઈવે નાળા નજીક ક્યાંક પડી ગઈ હતી. ઘણી શોધખોળ કરવા છતાં થેલી મળી આવી ન હતી આટલી માતબર રકમ નો સોના નો દાગીનો હોવાથી પરીવાર ચિંતિત બની ગયું હતું. ઘણા દિવસો થતાં દાગીનો હવે નહીં મળે તેવું સૌ કોઈ એ માની લીધું હતું. પરંતુ આ દાગીનો ભરેલી થેલી એ દિવસે પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ રહે ખારા તા.ભાભરવાળા ને મળી આવ્યો હતો. તેમણે આ કિંમતી દાગીનાના મુળ માલિકને શોધી રહ્યા હતા. તેમણે ભાભર ના રોહીતસિંહ રાઠોડ. વનરાજસિંહ રાઠોડ. હિતેશભાઈ ઠક્કર હીરાબા અને ખારા ગામના અમથાભાઈ દેસાઈ અને ચીચોદરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈ ને જાણ કરી હતી કે ૧૧ તોલા સોનાનો હારનો શેટ મને મળી આવ્યો છે અને હું તેના મુળ માલિકને શોધી પરત આપવો છે શોધવામાં મદદ કરો આવી વાત કહેતા આ ટીમે મુળ માલિકને શોધ કરતા આ ૧૧ તોલા સોનાનો શેટ ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષક શિવરામ ભાઈ કાબાભાઈ નો તા.૨૨/૩/૨૪ ના રોજ ખોવાયો છે તેની ખાતરી કરી આજે તા૧૦/૩/૨૪ ના રોજ રોહિત સિંહ રાઠોડ ની ઓફીસે બોલાવી પરત કર્યો છે. આટલી માતબર રકમ નો સોના નો દાગીનો અંદાજીત કિંમત રૂ ૭ લાખનો પરત કરી અત્યારના હળાહળ કળજુગ માં પરત કરી માનવતા મહેકાવી હતી. હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તેવું ઉદાહરણ પુરું પાડતો દાખલો ભાભરમાંથી જોવા મળી આવ્યો હતો...

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.