લીંભોઈ મુકામે આર્ટ્સ કોલેજ મોડાસા ની.એન.એસ.એસ. ની વાર્ષિક શિબિર યોજાઈ
ધી. મ. લા. ગાંધી. ઉ.કે. મંડળ સંચાલિત શ્રી એસ.કે. શાહ આર્ટ્સ કોલેજ મોડાસા ની વાર્ષિક શિબિર આચાર્ય શ્રી ડૉ દીપક જોષી નાં માર્ગદર્શન હેઠળ અને ગ્રામ પંચાયત લિંભોઈ નાં સયુંક્ત ઉપક્રમે યોજાઈ ગઈ. જેમાં જેમાં ઉદઘાટન પ્રસંગે મંડળના પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી મહેતા. તેમજ શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય, સરપંચ શ્રી જયંતીભાઈ પટેલ ,એસ.એમ.સી.સભ્યો. શ્રી.ગીરિશભાઈ ઉપાધ્યાય ,શ્રી. અશોકભાઇ ત્રિવેદી,ગામના આગેવાનો એ શિબિર ને ખૂલ્લી મૂકી હતી.આચાર્ય એ મહેમાનોનું સ્વાગત કરી શિબીર ની માહીતિ આપી હતી.મોટી સંખ્યામાં સ્વય સેવકો હાજર રહ્યા હતા. આ સાત દિવસીય શિબિરમાં પ્રભાત ફેરી થી શરૂ કરીને જુદા જુદા કાર્યક્રમો જેવા કે યોગ, અંધ શ્રદ્ધા નિવારણ ,પશુપાલન સારવાર કેમ્પ, ચશ્માંશિબિર ,સ્પોર્ટ્સડે,નશામુક્અભિયાન,રેલી,વ્યાખ્યાન,વાહન સુરક્ષા અંગે જાગૃતિ,ગ્રામ સફાઈ તેમજ ગ્રામ જાગૃતિ માટે અવેરનેસ લાવી શકે તેવા વિવિધ કાર્યક્રમો,સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું સમાપન સમારોહમાં મંડળના પ્રભારી મંત્રી શ્રી મહેન્દ્રભાઈ વી.શાહ,શ્રી જયેશભાઈ પી.દોશી , ઉપસ્થિત રહી ગ્રામ જાગૃતિ અંગે સૂચન કર્યું હતું.શાળાના ભૂતપૂર્વ શિક્ષક મિત્રો ,તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .શિબિરનું અહેવાલ વાંચન વિજય ખાંટ અને મનીષા પરમાર એ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. એમ.બી દેશમુખ અને ડો.ભાવનાબેન સાવલિયા એ શિબિરને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું . ખાસ કરીને શાળા માં અભ્યાસ કરતા કુપોષણ બાળક ને કોલેજ પરિવારે દત્તક લીધું હતું.આ શિબિરમાં સમગ્ર કોલેજ પરિવાર હાજર રહી શિબિરને સફળ બનાવી હતી આ પ્રસંગે મંડળના પ્રમુખ શ્રી નવીચંદ્ર.આર.મોદી તેમજ મોટી સંખ્યામાં સ્વયસેવકો,શાળા નો પરિવાર એ શિબિરને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.