મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ - At This Time

મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
મારામારી ના ગુન્હાઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓ દ્વારા લોકસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે મારામારી ના ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી નાઓ દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ સાજીદભાઇ ઉર્ફે ટીચો સલીમભાઇ ધંધુકીયા ઉ.વ.૩૩ રહે.બોટાદ, ખોજાવાડી, નવનાળા પાસે, તા.જી.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય સાહેબ નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.સાકરીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા મજકુર સાજીદભાઇ ઉર્ફે ટીચો સલીમભાઇ ધંધુકીયા ઉ.વ.૩૩ રહે.બોટાદ, ખોજાવાડી, નવનાળા પાસે, તા.જી.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર (સુરત) મધ્યસ્થજેલ ખાતે મોકલી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.