વિરપુરના સરાડીયા ગ્રામ પંચાયતના પહાડિયા ગામ પાસેની ભાદર માઇનોર કેનાલ માં ભંગાણ સર્જાતા ખેડૂતો માટે આ કેનાલ અભિશ્રાપ બની છે... - At This Time

વિરપુરના સરાડીયા ગ્રામ પંચાયતના પહાડિયા ગામ પાસેની ભાદર માઇનોર કેનાલ માં ભંગાણ સર્જાતા ખેડૂતો માટે આ કેનાલ અભિશ્રાપ બની છે…


મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગ્રામ પંચાયતના પહાડિયા ગામ પાસેથી પસાર થતી ભાદર માઇનોર કેનાલ અનેક વખત ભંગાણ સર્જાતા લીકેજ થઈ રહી છે વારંવાર ગાબડા પડવાની ઘટનાથી ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભાદર માઇનોર 3 નવર કેનાલ માં થોડા થોડા અંતરે ભંગાણ થતાં પાણી ખેતરોમાં ગુસ્યા હતા જોકે કેનાલ માં ભંગાણ થવાને લઈ લગભગ ૩૦ થી ૪૦ ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા હતા હાલ તો ખેતરોમાં રાયડો, મકાઈ, તેમજ સુઢીયા અને ઘઉં વાઢેલા ખેતરોમાં પડ્યા છે બીજી તરફ ઘાસચારો પણ ખેતર માં છે ત્યારે ઘઉં તેમજ ઘાસચારો પણ પલડીને બગડી રહ્યો છે ખેતી માટે જીવતદાન ગણાતું પાણી પહાડિયા ગામના ખેડૂતો માટે જાણે શ્રાપ બન્યું છે સ્થાનિકો જણાઈ રહ્યા છે જ્યારે થી કેનાલમાં પાણી આવે છે ત્યારે ત્યારે ગાબડું પડે છે જોકે ખેતરની નજીક કેનાલ જવી અને કેનાલમાં પાણી આવું તે ખેડૂતો માટે આનંદની વાત હોય છે ત્યારે અહીં અલગ જ નજારો જોવા મળી રહ્યો છે ભાદર માઇનોર કેનાલમાં ગાબડા અને લીકેજને લઈ તેના પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યા છે જોકે ખેડૂતો એવું પણ જણાવી રહ્યા છે કે જ્યારે જરૂર હોય ત્યારે અધિકારીઓ પાણી આપતા પણ નથી હાલ તો પાણીની કોઈ જરૂર પણ નથી ત્યારે કેનાલમાંથી ગાબડું પડવાને લઈ ખેતરોના ઉભા પાકમાં પાણી ઘૂસ્યા છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેતા હાલ તો હજારો રૂપિયાના બિયારણો તેમજ ઉભા પાકને પાણીથી નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોએ કરેલા વાવેતર માં ભારે નુકસાન થઈ રહ્યું છે અનેક વખત મકાઈ ઘઉં તેમજ સુઢીયા જેવા પાકો બગડવાને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી તો કઈ ક અલગ જ જવાબ મળ્યો કેનાલ ખાતામાં કોઈ અમલદાર ન હોવાને લઈ તેમજ સરકાર દ્વારા કોઈ ભરતી ન હોવાને કારણે આ તકલીફ પડતી હોય છે બીજી તરફ માઇનોર કેનાલમાં કોઈ ગેટ ન હોવાને કારણે પાણી રોકી શકાતું નથી હોવાનું રટણ કરી રહ્યા છે હાલ તો ખેડૂતો એવી માગણી કરી રહ્યા છે કે આ કેનાલની અમારે કોઈ જરૂર નથી વારંવાર પાકને નુકસાન કરતી કેનાલ અમારે જોઈતી નથી આ કેનાલ બંધ કરી દેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે મોંઘા દાંટ બિયારણો પાણીમાં બગડી રહ્યા છે ત્યારે ભાદર કેનાલ માં ઠેર ઠેર ભંગાણને લઈ હાલ તો ખેડૂત લાચાર બન્યા છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image