જામનગરના બર્ધન ચોક વિસ્તાર તેમજ ઓશવાળ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવા માટે એસ્ટેટ શાખાની ટુકડી દોડતી થઈ
૧૨ રેકડી નો માલ સામાન જપ્ત કરાયો: અન્ય દબાણ કરનારાઓમાં ભારે દોડધામ
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી આજે ફરીથી દોડતી થઈ હતી, અને જામનગરના બર્ધન ચોક વિસ્તાર તેમજ ઓશવાળ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, જેને લઈને ભારે નાશ ભાગ થઈ હતી. એસ્ટેટ શાખાની ટીમેં બંને સ્થળેથી ૧૨ નંગ રેકડી, ૨૦ પથારા તથા અન્ય સામગ્રી જપ્ત કરી લઇ મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.
એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી સહિતની ટીમ આજે સવારે ઓસવાળ હોસ્પિટલ નજીક પહોંચી હતી, અને ત્યાંથી ખંભાળિયા ગેઇટ સુધીના સમગ્ર વિસ્તારમાં દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇને ભારે દોડધામ થઈ હતી.
ઉપરોક્ત સ્થળેથી ટ્રાફિકને અડચણ રૂપ મુજબ ની બે રેકડી તથા અન્ય કેટલાક માલ સામાન જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.
આ ઉપરાંત બપોર પછી જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ફરીથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી હતી, અને એકી સાથે ૧૦ રેંકડી તેમજ ૨૦ પથારા જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.
આ કાર્યવાહી ને લઈને બર્ધન ચોક વિસ્તારમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી. એસ્ટેટ શાખાની ટુકડીએ દરબાર ગઢથી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.