જસદણના ભાડલાના નારિયેળી ડુંગરમાં સોમવારે મીઠુંપીરનો ઉર્ષ મુબારક - At This Time

જસદણના ભાડલાના નારિયેળી ડુંગરમાં સોમવારે મીઠુંપીરનો ઉર્ષ મુબારક


કવ્વાલી ન્યાઝ મિલાદ સંદલ શરીફ સહિતના કાર્યક્રમો

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ભાડલા ગામ નજીક આવેલ નારિયેળી ડુંગરમાં મદફન થયેલ હઝરત મીઠુંપીરનો ઉર્ષ મુબારક આગામી તા.21 એપ્રિલ 2025ને સોમવારના રોજ યોજાશે જેમાં સૌરાષ્ટ્રભરના ભાવિકો મીઠુંપીરને સલામી આપવા માટે આવશે. આ અંગે આયોજકો ખાદીમ ઈસ્માઈલભાઈ ભાડુલા, દોસ્તમામદભાઈ, ઈકબાલભાઈ, સત્તારભાઈ, ઇલિયાસભાઈ સહિતનાં આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉર્ષમાં શામેલ થનાર તમામની પાણીથી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા ખડેપગે ઉભી કરવામાં આવનાર છે. સોમવારે ઉર્ષ મુબારક અવસરે સાંજે ચાર કલાકે સંદલ શરીફ, છ કલાકે ન્યાજ (પ્રસાદ), રાત્રિના નવ કલાકે મિલાદ જેમાં ગુજરાતના મશહુર શાયરે ઇસ્લામ કાસમબાપુ ભાડલાવાળા પોતાના કલામ પેશ કરશે રાત્રિના દસ કલાકેથી રાજસ્થાનના મશહુર કવ્વાલ અકબર આઝાદ ચિશ્તી એન્ડ પાર્ટી પરોઢ સુધી કવ્વાલીની રમઝટ બોલાવી મીઠુંપીરને સલામી આપશે આ તકે આયોજકોએ દરેક હિન્દુ મુસ્લિમ બિરાદરોને જાહેર નિમંત્રણ પાઠવેલ છે. હાલ ઉર્ષને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image