આરેણા ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આજ રોજ તા.૧૦.૦૭.૨૦૨૦૨,રવિવારના દિવસે વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમની આરેણા સાયક્લોન સેન્ટર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આજનો આ કાર્યક્રમનો ઉદેશ્ય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસની હરણફાળ લોકો સુધી પહોંચે તે માટે રહ્યો હતો.
આજના આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા મામલતદાર સાહેબશ્રી પરમાર સાહેબ,T.D.O.શ્રી જોશી સાહેબ,બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.ડાભી સાહેબ,તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ગોવાભાઈ ચાંડેરા,PGVCL વિભાગના ઈન્જીનિયર સાહેબ,પુરવઠા અધિકારી,વન વિભાગના ઓફિસરોની ટીમ,ગામના સરપંચશ્રી,પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મોરી સાહેબ તેમજ શિક્ષકગણ,ગામના આગેવાનો,લાભાર્થીઓ તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ કાર્યક્રમની શરુઆતમાં આમંત્રીત મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા કુંમકુંમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રથનું સામૈયું કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્ય બાદ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વંદે ગુજરાત વિકાસયાત્રા અંગેની ફિલ્મ બતાવવામાં આવી હતી.ઉપરાંત સ્થાનિક સાફલ્યગાથા અંગેની વિવિધ વિભાગોની સિધ્ધિઓ અંગેની ફિલ્મનું પણ નિદર્શન કરાવવામાં આવ્યું હતું.PMJAY યોજના તેમજ અન્ય યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
જય જય ગરવી ગુજરાત
સુદીપ ગઢિયા.
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.