પત્રકાર એકતા પરિષદમા સાબરકાંઠા જિલ્લો સદસ્યતા ફોમૅમા પ્રથમ ક્રમે આવતા પ્રદેશ અધ્યક્ષે બિરદાવ્યા - At This Time

પત્રકાર એકતા પરિષદમા સાબરકાંઠા જિલ્લો સદસ્યતા ફોમૅમા પ્રથમ ક્રમે આવતા પ્રદેશ અધ્યક્ષે બિરદાવ્યા


પત્રકાર એકતા પરિષદમા સાબરકાંઠા જિલ્લો સદસ્યતા ફોમૅમા પ્રથમ ક્રમે આવતા પ્રદેશ અધ્યક્ષે બિરદાવ્યા

આજરોજ મહેસાણા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન વિસનગર ખાતે આવેલી સાંકળચંદ યુનિવર્સિટીના હોલમાં યોજાયું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો.જેમાં પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા, આઈ.ટી. સેલના અધ્યક્ષ સલીમભાઈ બાવાણી અને પ્રદેશના હોદ્દેદારો, પ્રભારીઓ, જિલ્લાના પ્રમુખો અને મહેસાણા જિલ્લા અને તાલુકા ના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લા સદસ્યતા ફોર્મમા પ્રથમ ક્રમે આવતા શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા એ જિલ્લાના પ્રભારી, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તાલુકા પ્રમુખો ને બિરદાવ્યા.

રિપોર્ટર કુંજન દિક્ષિત (ખેડબ્રહ્મા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon